પ્રયાગરાજથી કાશી વચ્ચે આ પ્રકારે ચાલશે ફાઈવ સ્ટાર ક્રૂઝ: ગડકરી

પ્રયાગરાજઃ પ્રયાગરાજથી વારાણસી વચ્ચે જલ્દી જ ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર ક્રૂઝ ચાલશે. આની સાથે જ આવનારા દિવસોમાં પ્રયાગરાજથી દિલ્હી પણ યમુના નદીના રસ્તે લોકો જળમાર્ગથી આવન જાવન કરી શકશે. આ વાતની જાણકારી માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ રિવર ઈન્ફોર્મેશન સેન્ટરના લોકાર્પણ સમયે આપી છે.

નીતિન ગડકરીએ પ્રયાગરાજ કુંભમાં કિલા ઘાટ પર ફરક્કાથી પટણા વચ્ચે 16 કરોડના ખર્ચથી 140 કિલોમીટરની તૈયાર કરવામાં આવેલા રિવર ઈન્ફોર્મેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. આમાં પાંચ બસ સ્ટેશન અને પટણામાં એક કન્ટ્રોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેનાથી ધુમ્મસની સ્થિતિ, હવાની સ્થિતિ, ખતરાવાળા સ્થાન અને જલયાનોની યોગ્ય સ્થિતિ રિયલ ટાઈમ સૂચના પ્રાપ્ત થઈ શકશે.

નીતિન ગડકરીએ જણાવ્યું કે આ ટેક્નીક શરુ થવાથી બાધા રહિત અને દુર્ઘટના મુક્ત જલયાનોના સંચાલનમાં મદદ પ્રાપ્ત થશે. આ રિવર ઈન્ફોર્મેશન સેન્ટરનું બીજૂ ચરણ છે. જ્યારે આના પહેલા હલ્દિયાથી ફરક્કા સુધી આની શરુઆત થઈ ચૂકી છે. આ નદી સૂચના પ્રણાલીથી જળયાનોની યોગ્ય અને સાચી જાણકારી ઈલેકટ્રોનિક ડિવાઈઝ પર મળી શકશે.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે પ્રયાગરાજ અને વારાણસી વચ્ચે સંચાલિત કરવા માટે એક એરબોટ એશિયાથી મંગાવવામાં આવી છે. જેનું એન્જિન લેંડ ક્રૂઝરનું હશે અને પંખા એર ક્રાફ્ટના હશે. આ બોટ જલ્દી જ

ભારત આવશે અને તેઓ સ્વયં આમાં બેસીને વારાણસીથી પ્રયાગરાજ આવશે. આ પ્રસંગે નીતિન ગડકરીએ જણાવ્યું કે ફરક્કા બાંધ બનવાથી ગંગાની જૈવ વિવિધતાથી લુપ્ત થઈ રહેલી હિલ્સા માછલીને બચાવવા માટે તૈયાર કરવામાં આવેલા પેસેજનું પણ લોકાર્પણ કર્યું. તેમણે આ પ્રસંગે જણાવ્યું ગંગાની જૈવ વિવિધતાને પણ બચાવી રાખવી જરુરી છે.

કેન્દ્રીય પ્રધાને પ્રથમ વાર કુંભમાં જળમાર્ગ શરુ કરવા માટે યમુનામાં બનાવવામાં આવેલી ચાર ફ્લોટિંગ રિવર ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું. ત્યારબાદ નિતિન ગડકરી નમામી ગંગે દ્વારા સ્વચ્છ ગંગા મિશન પ્રદર્શની જોવા માટે પણ ગયા. ત્યારબાદ મીડિયા સેન્ટરમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે ગંગાને નિર્મલ અને અવિરલ બનાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની જાણકારી આપી.