ઐતિહાસિક ‘નાવિકા સાગર પરિક્રમા’ સફળ રહીઃ નૌકાદળની વીરાંગનાઓનું સ્વદેશાગમન

પણજી – ભારતીય નૌકાદળની છ મહિલા ક્રૂ મેમ્બર્સ એમની અત્યંત કઠિન એવી ‘નાવિકા સાગર પરિક્રમા’ની વિશ્વ દરિયાઈ સફર 254 દિવસમાં પૂર્ણ કરીને 21 મે, સોમવારે સ્વદેશ પાછી ફરી છે.

ભારતીય નૌકાદળ આયોજીત સાહસયાત્રા ‘નાવિકા સાગર પરિક્રમા’નો આરંભ લેફ્ટેનન્ટ કમાન્ડર વર્તિકા જોશીના વડપણ હેઠળ નેવીની 6 મહિલા ઓફિસરો દ્વારા 2017ની 10 સપ્ટેંબરે કરવામાં આવ્યો હતો. ટીમની અન્ય સભ્યો છે – લે.કમાન્ડર. પ્રતિભા જામવાલ, ઐશ્વર્યા બોડાપતિ, પી. સ્વાતિ,  વિજયા દેવી અને પાયલ ગુપ્તા.

આ સૌથી કઠિન સમુદ્રયાત્રા આ ટૂકડીએ 254 દિવસમાં સંપન્ન કરી છે અને ગોવાની મંડોવી નદી પહોંચીને એમણે સ્વદેશામન કર્યું છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન તથા ભારતીય નૌકાદળના ટોચના અધિકારીઓ તેમને આવકાર્યાં હતાં.

આ વિશે સીતારામને અગાઉ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ‘INSV તારિણી’ની ટીમને આવકારવામાં હું ગૌરવ અનુભવું છું.’

તે સાથે ભારતીય નૌકાદળે પણ એના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું છે કે, ‘આવી અચંભિત કરનારી સફળતા જે દરેક પડાવે અઘરી હતી, તે સાહસિક સપનું જોનાર ટીમે મેળવી છે.’

ભારતમાં નિર્મિત ‘INSV તારિણી’ નૌકા દુનિયાના મહત્વના ચાર બંદર પાર કરીને તેની વિશ્વ યાત્રાએથી ગત મહિને જ પાછી ફરવાની હતી. પરંતુ, સ્ટીયરીંગ ગિયર બગડી જતાં એના સમારકામ માટે નૌકાને મોરિશિયસના લુઈસ બંદરે રોકાવું પડ્યું હતું.

આ સાહસિક મહિલાઓનાં જૂથે 21,600 દરિયાઈ માઈલની આ વિશ્વ દરિયાઈ સફર અંતર્ગત બે વાર વિષુવવૃત્ત પાર કરીને દુનિયાના અત્યંત મહત્વના અને કઠિન પોઈન્ટ એવા લુઈન, હોર્ન અને ગુડ હોપને આવરીને પાર કરી હતી.

નૌકા ‘INSV તારિણી’ની સફળતા પહેલાં આ પ્રકારની સમુદ્રયાત્રા બે ભારતીયે પૂરી કરી હતી. કમાન્ડર દિલિપ દોન્ડેએ 19 ઓગસ્ટ, 2009 થી 19 મે, 2010માં ભારતમાં જ નિર્મિત નૌકા ‘મ્હાદેઈ’ સાથે પૂર્ણ કરી હતી. આ જ નૌકામાં ત્યારબાદ લે. કમાન્ડર અભિલાષ ટોમીએ એમની વિશ્વસફર એકલપંડે તેમજ નોન-સ્ટોપ 2012-13માં પૂરી કરી હતી.

httpss://twitter.com/DefenceMinIndia/status/998518789187645440

httpss://twitter.com/indiannavy/status/998558458038444032

httpss://twitter.com/DefenceMinIndia/status/998505523682070528

httpss://twitter.com/DefenceMinIndia/status/998515661335805952

httpss://twitter.com/DefenceMinIndia/status/998508886125506561

httpss://twitter.com/DefenceMinIndia/status/998522744017903616

httpss://twitter.com/DefenceMinIndia/status/998527157872672770