UPમાં કોંગ્રેસ નબળી પાર્ટી, 23 વર્ષની દુશ્મની ભુલાવી સપા-બસપા ફરી એક

નવી દિલ્હી– સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવએ એક જાણીતી સમાચાર સંસ્થાને કહ્યું કે, બીએસપી સુપ્રીમો માયાવતી સાથે આજે ગઠબંધનનું અધિકારિક જાહેરાત કરશે. આજે બંન્ને પાર્ટીઓ મળીને તેમની વાત લોકો સુધી પહોંચાડશે. અખિલેશે તેમના ગઠબંધનની રૂપરેખા રજૂ કરતા કહ્યું કે, આ ડર કે મજબૂરીનું ગઠબંધન નથી પરંતુ સામાન્ય લોકોનું ગઠબંધન છે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે વધુમાં કહ્યું કે, આજે થનારા આ ગઠબંધનમાં માત્ર સપા અને બસપા જ હશે. કોંગ્રેસ અંગે તેમણે કહ્યું કે અન્ય રાજ્યોમાં ભલે કોંગ્રેસનો દબદબો હોય પરંતુ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની હાલત મજબૂત નથી.

અખિલેશ યાદેવે કહ્યું મને બીજેપીએ શિખવાડ્યું છે કે, કેવી રીતે રાજકીય પક્ષોને જોડીને, અન્ય પાર્ટીઓની મદદ લઈને ચૂનાવી ગણિત માટે તૈયાર થવું. અખિલેશે કહ્યું કે, નોટબંધીથી ગરીબો સાથે છેતરપીંડી થઈ છે. મોદીને હરારવા માટે જો 2 પગલા પાછળ હટવું પડશે તો અમે તૈયાર છીએ.

માયાવતીને પીએમ પદના દાવેદાર માનવા અંગે અખિલેશે જણાવ્યું કે, જો દેશના વડાપ્રધાન ઉત્તર પ્રદેશથી હોઈ, તો મને જરૂર ખુશી થશે. હું આના માટે ચોક્કસ પ્રયત્ન કરીશ. વધુમાં કહ્યું કે, બીજેપીના રાજકીય નેતૃત્વના ઈશારે જ મારી સામે સીબીઆઈની કાર્યવાહી કરવામાં આવી રહી છે.