જમ્મુ-કશ્મીરના અપહૃત પોલીસ જવાનની ત્રાસવાદીઓએ હત્યા કરી

0
1462

શ્રીનગર – ત્રાસવાદીઓ જેનું અપહરણ કરી ગયા હતા તે એક સ્થાનિક પોલીસ જવાનનો મૃતદેહ આજે જમ્મુ અને કશ્મીરના કુલગામ જિલ્લામાંથી મળી આવ્યો છે.

જાવેદ એહમદ દરનું ગુરુવારે સાંજે શોપિયાં જિલ્લાના વેહીલ ગામમાં એના ઘરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.
એનો મૃતદેહ કુલગામ જિલ્લાના પારીવાન ગામમાંથી મળી આવ્યો છે, એવું પોલીસે કહ્યું છે.

એક અન્ય બનાવમાં, પુલવામા જિલ્લામાં ત્રાસવાદીઓએ મુહમ્મદ અશરફ નામના એક ધર્મગુરુ પર ગોળીબાર કર્યો હતો. એમની હાલત ગંભીર છે.