પાકિસ્તાનીઓને ભારતમાં વસાવવાનો વિવાદિત કાયદો, સુપ્રીમે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનીઓને ભારતમાં વસાવવા માટે જમ્મૂ-કાશ્મીર વિધાનસભાએ 35 વર્ષ પહેલા એક કાયદો બનાવ્યો હતો જેના પર વિવાદ ચાલી રહ્યો છે. હકીકતમાં આ કાયદો 1947 થી 1954 વચ્ચે જમ્મૂ-કાશ્મીરથી પલાયન કરીને પાકિસ્તાન ગયેલા લોકોને પુનઃ અહીંયા વસવાટની મંજૂરી આપે છે. આ વિવાદિત કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે જમ્મૂ-કાશ્મીર પુનર્વાસ કાયદો 1982ની વૈધાનિકતાને પડકારતી અરજી પર સવાલ ઉઠાવતા રાજ્ય સરકારે જાણકારી માંગી. આપને જણાવી દઈએ કે એસેમ્બલી દ્વારા પારિત આ કાયદાનો તત્કાલીન ગવર્નર અને કેન્દ્રની કોંગ્રેસ સરકારે વિરોધ કર્યો હતો.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવતા કહ્યું કે 18 વર્ષનો કોઈ વ્યક્તિ કે જે 1947માં પાકિસ્તાન ચાલ્યો ગયો હતો હવે તે 90 વર્ષનો થઈ ચૂક્યો છે. એવામાં તમે તેના બાળકો, તેની પત્ની તેની કે જે પાકિસ્તાનમાં જન્મ્યા છે અને ત્યાંના નાગરિક છે તેમને પાછા આવીને શું જમ્મૂ- અને કાશ્મીરમાં વસવાની મંજૂરી આપશો? સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે આમ તો પાકિસ્તાન જનારા જ નહી પરંતુ અન્ય લોકો પણ સ્ટેટમાં આવીને રહેશે.  

આ કાયદાનો વિરોધ કરતા કેન્દ્રએ જણાવ્યું આ એક્ટ એવા લોકોને કોઈપણ સમયે ભારત પાછા આવવાની મંજૂરી આપે છે જે સ્વેચ્છાએ ભારતથી પાકિસ્તાનમાં વસી ગયા હોય, ત્યાંની નાગરિકતા પ્રાપ્ત કરી હોય, પાકિસ્તાની સિવિલ અથવા આર્મ્ડ ફોર્સીસમાં સેવાઓ આપી હોય, ભારત વિરુદ્ધ યુદ્ધ લડ્યા હોય અથવા ભારત વિરુદ્ધ રાજદ્રોહ જેવું કામ કર્યું હોય. આનાથી રાષ્ટ્રી સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા સંકટમાં આવી જશે.

સુપ્રીમે જાણકારી માંગી રાજ્યમાંથી પલાયન કરનારા કેટલા લોકોએ પાકિસ્તાથી પાછા આવવા માટે અરજી કરી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ, અને જસ્ટિસ કે.એમ જોસેફની પીઠે રાજ્ય સરકારના વકીલને કહ્યું તે તમે આ મામલે આવશ્યક નિર્દેશ પ્રાપ્ત કરી લો. આના પર આગામી 22 જાન્યુઆરીના રોજ સુનાવણી થશે.