ભારતમાં 9,730 લાખ સાયબર એટેક, હિટ લિસ્ટમાં છે આ શહેર…

નવી દિલ્હીઃ તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર ગત વર્ષે સાયબર એટેકની સંખ્યામાં બેંગ્લુરુ હિટલિસ્ટમાં રહ્યું છે. આ માહિતી ક્વિક હિલના તાજેતરના રિપોર્ટમાં સામે આવી છે. તો સિવાય દિલ્હી-મુંબઈ – એનસીઆર અને કોલકાતામાં પણ મોટી સંખ્યામાં સાયબર એટેકના બનાવો બન્યાં છે. ઉલ્લેખનીય છે કે બેંગ્લુરુ ટેક્નોલોજી હબ છે અને આઈટી જોબ માટે સૌથી પસંદગીની જગ્યા છે અને એટલા માટે જ ત્યાં સાયબર એટેક સૌથી વધારે થાય છે.

રેન્સમવેર માલવેર વાયરસનું એક સ્વરૃપ છે જે વપરાશકર્તાઓની ફાઈલો અથવા  ડિવાઈઝને લોક કરે છે તે પછી તેનો એક્સેસ ફરી મેળવવા માટે ઓનલાઈન નાણાં ચૂકવણીની માગ કરવામાં આવે છે જે પ્રતિ મિનિટ સાયબર એટેકમાં ૧૪ ગણો વધારો થયો છે. મોબાઈલ ડિવાઈઝના વપરાશમાં વધારો થતાં સાયબર સિક્યોરિટીને લઈને જોખમમાં વધારો થયો છે.

ગત વર્ષ વિન્ડો ડિવાઈઝ ઉપર આશરે ૯૭૩૦ લાખ માલવેર એટકે થયા હતાં એટલે પ્રતિ મિનિટ ૧૯૦૦ ડિવાઈઝ ઉપર એટેક થયા છે. સાયબર ક્રિમિનલ માલવેર સર્વિસની રેનસમવેર સર્વિસનું વેચાણ થાય છે. નિષ્ણાતોએ જણાવ્યું

કે, સાયબર ક્રાઈમ વિષય લોકોની જાગૃતિ ખૂબ જ ઓછી હોવાને કારણે લોકોને આ વિશે જાગૃત થવાની જરૃર છે આ ઉપરાંત સાયબર ક્રાઈમ માટે કાયદા વધુ કડક કરવાની પણ જરૃર છે.