ઈપીએફઓએ આપ્યો પેરોલ ડેટા, નોકરીઓ અંગે જણાવી રહ્યાં છે નવી વાત

0
1943

નવી દિલ્હીઃ ઈપીએફઓ એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના તાજેતરના પેરોલ ડેટા અનુસાર ફોર્મલ સેક્ટરમાં ઘણી નોકરીઓનો આંકડો ગત જાન્યુઆરીમાં 8.96 લાખ રુપિયા રહ્યો, જે છેલ્લા 17 મહિનામાં સૌથી વધારે છે. ઈપીએફઓ એપ્રિલ 2018 થી પેરોલ ડેટા જાહેર કરી રહ્યું છે ત્યારે સપ્ટેમ્બર 2017 નો ડેટા જાહેર થયો હતો. જાન્યુઆરીમાં ઘણી નોકરીઓ ગત વર્ષે ડિસેમ્બર મહિનાના મુકાબલે 131 ટકા વધારે સર્જાઈ છે.

સપ્ટેમબર 2017માં ફોર્મલ સેક્ટરમાં કુલ 2,75,609 નોકરીઓ સર્જાઈ. આંકડાઓ દર્શાવે છે કે સપ્ટેમ્બર 2017 થી જાન્યુઆરી 2019 સુધી 17 મહીનામાં કુલ 76.48 લાખ લોકો ઈપીએફઓ સામાજિક સુરક્ષા સ્કીમ સાથે જોડાયા. આનાથી એ સંકેત મળે છે કે છેલ્લા 17 મહીનામાં ફોર્મલ સેક્ટરમાં તમામ નોકરીઓ સર્જાઈ છે. જાન્યુઆરી 2019માં ઈપીએફઓ પર નેટ એનરોલમેન્ટ 8,96,516 હતો જે સપ્ટેમ્બર 2017 બાદ સૌથી વધારે છે.

ઈપીએફઓએ ડિસેમ્બર 2018ના પોતાના આંકડાઓને સંશોધિત કરતા તેમાં થોડો ઘટાડો કર્યો છે. ડિસેમ્બર 2018 માટે ગત મહિને જે આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, તે અનુસાર તે મહિને ઈપીઓફઓથી 7.16 લાખ નવા સબ્સ્ક્રાઈબર જોડાયા હતા. જેને હવે સંશોધિત કરતા 7.03 લાખ કરી દેવામાં આવ્યા છે. તો આ સાથે જ સપ્ટેમ્બર 2017 થી ડિસેમ્બર 2018 વચ્ચે કુલ નવી નોકરીઓના ડેટા પણ સંશોધિત કરતા ઘટાડવામાં આવ્યા છે.