દિલ્હી વિધાનસભા રજત જયંતી ઉજવણી:અડવાણીનો ઈન્કાર,કોંગ્રેસે કર્યો બહિષ્કાર

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની રજત જયંતીની ઉજવણીને લઈને આયોજીત કરેવા ઉત્સવમાં આમ આદમી પાર્ટીને એક પછી એક નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે જોડાવાનો ઇન્કાર કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ આ ઉત્સવનો બહિષ્કાર કર્યો છે.15 ડિસેમ્બરના રોજ, દિલ્હી વિધાનસભાના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ઉજવણી કરવામાં આવશે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને દિલ્હી મેટ્રોપોલિટન કાઉન્સિલના પ્રથમ અધ્યક્ષ એલ.કે.અડવાણીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.  પહેલા સહમતિ દર્શાવ્યા બાદ અને કાર્ડમાં નામ છપાયા બાદ અડવાણીએ આ કાર્યક્રમમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે.

તો બીજી તરફ દિલ્હી કોંગ્રેસે પણ આ સિલ્વર જ્યુબિલી ઉજવણીનો બહિષ્કાર કર્યો છે. કોંગ્રેસે દલીલ કરી છે કે, 25 વર્ષીય વિધાનસભામાં 15 વર્ષ, શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યપ્રધાન હતાં. તેમને આમંત્રણ આપવું જોઈએ પરંતુ તેને આમંત્રણ નહીં અપાતા કોંગ્રેસ તેનો બહિષ્કાર કરી રહી છે.