વાત છે કરણ શાહ અને લેડી લેબ્રેડોર એન્જલની બેમિસાલ દોસ્તીની….

મુંબઈ: એક ગંભીર રોગને લીધે જન્મથી જ વ્હીલચેરગ્રસ્ત બની ગયેલા કરણ શાહનું જીવન એના શ્વાન એન્જલથી કઈ રીતે પલટાઈ ગયું તેની કલ્પી ન શકાય તેવી અદભૂત સ્ટોરી છે. વાત છે કરણ શાહ અને લેડી લેબ્રેડોર એન્જલની બેમિસાલ દોસ્તીની.

મુંબઈના કરણ શાહને જન્મથી જ સ્પાઈનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી જેનેટિક ડિસઓર્ડર છે. એન્જલ કરણની
કરણની સુપર સ્માર્ટ, સુપર એફિશિયન્ટ હેલ્પર છે. કરણને સવારે જગાડવાથી લઇ શરુ થઈ જાય છે એન્જલનો સાથ,  કરણ શાહ માટે એન્જલ બની છે તેની કારકિર્દીનો નવો વિકલ્પ.એન્જલને કારણે કરણ શાહ બન્યાં દેશના નંબર વન કેનાઈન ટ્રેનર અને બિહેવિયરિસ્ટ, હાલ કરણ મુંબઈના વિશ્વવિખ્યાત કેનાઈન ટ્રેનર શિરિન મર્ચન્ટ સાથે કામ કરે છે. આ  ઉપરાંત કરણ કેવા શ્વાન લેવા અને તેની સાથે કેમ વર્તવું એ વિશે લેક્ચર્સ પણ આપે છે.

કરણે કહ્યું કે, મે આ કેરિયર પસંદ નથી કરી, બલકે કેરિયરે મને પસંદ કર્યો છે. ભણવામાં નબળાં વિદ્યાર્થીને શ્વાન કલ્પી ન શકાય એ હદે મદદરૂપ થાય છે.  કરણ અને એન્જલનું મુંબઈ પોલિસે પણ કર્યું હતું વિશેષ સન્માન અને મુંબઈ 26/11 હુમલા બાદ પોલિસ ડોગ્સની કામગીરી માટે પણ એન્જલ અને કરણને સન્માન મળ્યું હતું.

કરણે વ્હીલચેર પર જ વિતાવી છે જિંદગી, પણ તેનો જુસ્સો અણનમ છે. કરણ અને એન્જલ વિશે રસપ્રદ વધુ વાંચન માટે જૂઓ ચિત્રલેખાનો લેટેસ્ટ અંક…