મુંબઈમાં ઓલા, ઉબર કંપનીઓના ડ્રાઈવરોએ હડતાળ પાછી ખેંચી

મુંબઈ – પ્રવાસી ભાડામાં વધારો કરવાની અને ડ્રાઈવરોને સુવિધા વધારવાની માગણી સાથે ગઈ 22 ઓક્ટોબરથી બેમુદત હડતાળ પર ઉતરી ગયેલા ઓલા અને ઉબર કંપનીઓના ડ્રાઈવરોએ એમની હડતાળ આજે પાછી ખેંચી લીધી છે.

મહારાષ્ટ્રના પરિવહન ખાતાના પ્રધાન દિવાકર રાવતે સાથે આજે થયેલી બેઠકમાં સમાધાન સાધવામાં આવ્યું હતું અને ડ્રાઈવરોના એસોસિસેશનોએ એમની હડતાલ પાછી ખેંચી લીધી હતી.
લોકોને દિવાળીની મોસમ દરમિયાન તકલીફ ન પડે એટલા માટે ડ્રાઈવરોએ એમની હડતાળ પાછી ખેંચી લીધી છે. તેઓ 15 નવેમ્બર સુધી એમની ટેક્સીઓ દોડાવશે.