ટ્રાફિક નિયમનું પાલન આ બિલાડી પાસેથી શીખો: મુંબઈ ટ્રાફિક પોલીસની નાગરિકોને સલાહ

મુંબઈ – મહાનગરની પોલીસ સોશિયલ મિડિયા પર હંમેશાં સક્રિય રહે છે. મુંબઈગરાંઓ એનાથી વાકેફ છે. આ માધ્યમ દ્વારા પોલીસ તંત્ર નાગરિકોમાં અનેક મુદ્દે જાગૃતિ લાવવાનો પ્રયત્ન પણ કરે છે.

મુંબઈ પોલીસ અને ટ્રાફિક પોલીસ વિભાગ અવારનવાર એના ટ્વિટર હેન્ડલ પર મહત્વના સંદેશાઓ, તસવીરો કે વિડિયો શેર કરે છે.

જેમ કે, લોકોને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ મામલે કે હેલ્મેટ પહેરવાના મામલે સતર્ક કરવા હોય તો પોલીસ ટ્વિટર મારફત લોકોને સતત જાગ્રત રાખે છે.

એવી જ રીતે, ટ્રાફિક વિભાગે એક અજબનો વિડિયો તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વિડિયો વિશેષ એટલા માટે છે કે એમાં એક બિલાડીને સિગ્નલનું પાલન કરતી અને ખૂબ સાવધાનીપૂર્વક રસ્તો ઓળંગતી બતાવવામાં આવી છે.

આ વિડિયો લગભગ 1 મિનિટનો છે અને એ શેર કર્યા પછી પોલીસે કેપ્શનમાં માત્ર આટલું જ લખ્યું છેઃ Need we say more?

આ વિડિયો વાયરલ થયો છે અને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. 3 હજાર 700 જણે આ વિડિયો લાઈક કર્યો છે. 1.4 હજાર લોકોએ રીટ્વીટ કર્યું છે.

(જુઓ વિડિયો)