પત્રકારની ફરિયાદને પગલે મુંબઈ પોલીસે કપિલ શર્મા સામે ગુનો નોંધ્યો

0
1197

મુંબઈ – એક્ટર અને કોમેડિયન કપિલ શર્મા ફરી વાર મુસીબતમાં મૂકાય એવી શક્યતા છે.

કપિલે ટ્વિટર પર અમુક અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો એને કારણે એનું નામ પોલીસના ચોપડે નોંધાયું છે.

એક વેબપોર્ટલના તંત્રીને ફોન કરીને એને ધમકી આપવા અને એને ગાળો ભાંડવા બદલ કપિલ ફસાયો છે.

કપિલ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. કપિલ સામે તે વેબસાઈટના તંત્રી વિકી લાલવાનીએ ફરિયાદ કરી છે. એનો આરોપ છે કે કપિલ શર્માએ ફોન કરીને એને ગાળો આપી હતી.

મુંબઈમાં પવઈ પોલીસ સ્ટેશને કપિલ સામે ફરિયાદ નોંધી છે અને તપાસ આદરી છે.

અમુક દિવસો પૂર્વે એક ઓડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. જેમાં કપિલ શર્મા વિકી લાલવાનીને ગાળો દેતો સંભળાયો હતો.