PM મોદી લીલાવતી હોસ્પિટલમાં ગોવાના CM મનોહર પરિકરને મળ્યા

0
1520

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીં બાન્દ્રા (વેસ્ટ) ઉપનગર સ્થિત લીલાવતી હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાં સારવાર લઈ રહેલા ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરિકરને મળ્યા હતા અને એમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી.

પરિકરને ખોરાકી ઝેરને કારણે લીલાવતીમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલો હતા.

જોકે સોશિયલ મિડિયામાં અમુક એવી અફવાઓ ફેલાઈ છે કે પરિકરને પેન્ક્રિઆસનું કેન્સર છે અને ચોથા સ્ટેજમાં છે. લીલાવતીમાં એમની કીમોથેરાપી ચાલી રહી છે.

એ અફવાઓનું ખંડન કરતું એક નિવેદન લીલાવતી હોસ્પિટલ તરફથી આજે ઈસ્યૂ કરવામાં આવ્યું હતું.

વડા પ્રધાન મોદી આજે ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે મુંબઈની મુલાકાતે આવ્યા હતા.