ગોવાના મુખ્ય પ્રધાન પરિકરને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા

0
997

મુંબઈ – ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરિકરને પેટમાં દુખાવો થતાં અહીંની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પરિકર પર હાલ લીલાવતીમાં સારવાર ચાલી રહી છે.

ગઈ કાલે, બુધવારે રાતે ફૂડ પોઈઝનિંગ થવાથી પરિકરને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. પહેલાં એમણે પણજીમાં સરકાર હસ્તકની ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પણ ત્યાં એમને સારું ન થતાં એમને વધુ સારવાર માટે તાબડતોબ મુંબઈ લાવવામાં આવ્યા હતા. હવે લીલાવતી હોસ્પિટલમાં એમની સારવાર ચાલુ છે.

પરિકરની તબિયત હવે સુધારા પર છે, એવી ગોવાના મુખ્ય પ્રધાન કાર્યાલયના સૂત્રોનું કહેવું છે.

પરિકર આ બીજી વાર ગોવાના મુખ્ય પ્રધાન બન્યા છે. આ પહેલાં તેઓ સંરક્ષણ પ્રધાન હતા. સાદગીભર્યા જીવન માટે પરિકર જાણીતા છે.