ડ્રગ્સની દાણચોરીનો કેસઃ મમતા કુલકર્ણીના 3 ફ્લેટ જપ્ત કરવાનો આદેશ

0
2246

મુંબઈ – પડોશના થાણે શહેરની વિશેષ કોર્ટે ડ્રગ્સની દાણચોરીના કેસમાં ફરાર જાહેર કરાયેલી ભૂતપૂર્વ બોલીવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીની માલિકીનાં મનાતા ત્રણ ફ્લેટ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

આ ફ્લેટ મુંબઈના અંધેરીમાં છે. એ ત્રણેયની કિંમત કરોડો રૂપિયામાં થાય છે.

થાણે પોલીસે ગયા એપ્રિલમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં ડ્રગ્સના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. રૂ. બે હજાર કરોડના વોલ્યૂમવાળા ડ્રગ્સ કૌભાંડના સંબંધમાં પોલીસ મમતા કુલકર્ણી અને એનાં સહયોગી વિકી ગોસ્વામીને શોધી રહી છે.

પોલીસનો દાવો છે કે વિકી ગોસ્વામી સોલાપુરમાં બનાવાતી ડ્રગ્સ પોતાના નેટવર્ક મારફત વિદેશમાં પહોંચાડયો હતો અને મમતા કુલકર્ણી એને મદદ કરતી હતી. પોલીસનો એ પણ દાવો છે કે ડ્રગ્સની દાણચોરીને લગતી બેઠકોમાં મમતા પણ હાજર રહેતી હતી.

જોકે મમતા પોતે આ આરોપોને નકારી ચૂકી છે.