મહારાષ્ટ્ર સરકારે પેન્શનરોને આપી નવા વર્ષની ભેટ….

0
1416

નવી દિલ્હીઃ રાજ્ય અને કેન્દ્ર સરકારના લાખો કર્મચારી પેન્શનર્સ નવી પેન્શન યોજનાનો વિરોધ કરતા રહ્યા છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને અન્ય કેટલાક રાજ્યોમાં લોકો જૂની પેન્શન યોજનાને ફરીથી લાગૂ કરવાની માંગ કરી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે, મહારાષ્ટ્ર સરકારના પેન્શનરો માટે ખુશીના સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર કેબિનેટે પોતાના કર્મચારીઓ સાથે-સાથે 7માં વેતન આયોગના વેતન વધારાને મંજૂરી આપી દીધી છે. આનાથી રાજ્યના ખજાના પર 38,645 કરોડ રુપિયાનો વધારે બોજ પડશે.

મહારાષ્ટ્રના નાણાંપ્રધાન સુધી મુનગંટીવારે કહ્યું છે કે 80-85 વર્ષની ઉંમરના રાજ્યના પેન્શનરોને તેમના માસિક પેન્શનમાં 10 ટકાનો ધારો થશે, 85 થી 90 વર્ષના લોકો માટે 15 ટકા અને અને 90-95 વર્ષની ઉમરના લોકો માટે 20 ટકા અને 95-100 ની ઉંમર ધરાવતા લોકો માટે 25 ટકા અને 100 અને તેનાથી વધારે ઉંમર ધરાવતા પેન્શનરો માટે 50 ટકા વધારાને મંજૂરી આપી છે.

પ્રધાને જણાવ્યું કે વર્તમાનમાં 100 વર્ષથી વધારેની ઉંમરની શ્રેણીમાં રાજ્યમાં 362 પેન્શનરો છે જેને 7માં વેતન આયોગ અનુસાર સંશોધિત પેન્શન નિયમોનો વધારે લાભ મળશે.  મહારાષ્ટ્ર સરકારે પોતાના કર્મચારીઓના વેતનમાં પણ 21 થી લઈને 24 ટકા સુધીનો વધારો કર્યો છે. રાજ્યમાં સાતમા વેતન આયોગની ભલામણો 1 જાન્યુઆરીથી લાગૂ થઈ જશે. એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓની જાન્યુઆરીની સેલરી સાતમા વેતન આયોગની ભલામણો અનુસાર આવશે.

આ સીવાય રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને સાતમા વેતન આયોગનો ફાયદો 1 જાન્યુઆરી 2016 થી આપશે. એટલે કે રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ છેલ્લા 3 વર્ષ અને 36 મહિનાનું એરિયર પણ આપશે.