મુંબઈઃ હાર્બર લાઈનની ટ્રેન સેવા ખોરવાઈ, કામ-ધંધે જવા નીકળેલા લાખો લોકો પરેશાન

0
1729

મુંબઈ – અત્રે મધ્ય રેલવે સંચાલિત હાર્બર લાઈન પર વડાલા અને શિવરી સ્ટેશનો વચ્ચે ઓવરહેડ વાયર તૂટી જવાને કારણે આજે વહેલી સવારથી લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન તરફ જતી ટ્રેનો અટકી ગઈ છે. એને કારણે કામધંધે જવા સવારે ઘેરથી નીકળેલા લાખો લોકો મુસીબતમાં મૂકાઈ ગયા છે.

ઓવર હેડ ઈલેક્ટ્રિફિકેશનમાં કોઈક ટેકનિકલ ખામી સર્જાતા આ લાઈન પરની ટ્રેન સેવા અટકી ગઈ છે.

મધ્ય રેલવેએ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને પ્રવાસીઓને જાણ કરી છે કે જેમની પાસે હાર્બર લાઈનની ટિકિટ હોય તેઓ હાર્બર લાઈન પર ટ્રેન સેવા પૂર્વવત્ ન થાય ત્યાં સુધી મધ્ય રેલવે પરની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકે છે.

રેલવેએ એવી જાણ પણ કરી છે કે એની વિનંતીને આધારે BEST કંપનીએ અતિરિક્ત બસો દોડાવવાની શરૂઆત કરી દીધી છે.