સુરેશ દલાલની ‘ઝલક’ કોલમના પુસ્તકોનું મધુરીબહેન કોટકનાં હસ્તે વિમોચન

0
1524

મુંબઈ – ‘ચિત્રલેખા’માં ૧૯૯૨થી ૨૦૧૨ સુધી સતત પ્રકાશિત થયેલી સુવિખ્યાત કવિ સુરેશ દલાલની ‘ઝલક’ કોલમના ૨૫ પુસ્તકોનું એકસાથે આજે અહીં પુનઃપ્રકાશન કરવામાં આવ્યું છે. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યાભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં પુસ્તકોનું ‘ચિત્રલેખા’નાં સહ-સંસ્થાપક મધુરીબહેન કોટકે વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે ‘ચિત્રલેખા’ના ચેરમેન મૌલિક કોટક, મનન કોટક તથા અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી તેમજ ‘ઈમેજ’ના ગોપાલ દવે તથા ઉત્પલ ભાયાણીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.

પ્રકાશન કાર્યક્રમ નિમિત્તે ‘સુરેશભાઈની સાથે સાથે’ નામક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સુરેશભાઈ તથા અન્ય સર્જકોની કૃતિઓની પઠન, અભિનય અને સંગીતબદ્ધ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કવિ હિતેન આનંદપરા દ્વારા કાવ્ય પઠન પ્રસ્તુત કરાયું હતું જ્યારે ગાયકો તરીકે પાર્થિવ ગોહિલ, માનસી પારેખ ગોહિલ, અભિનેતા તરીકે મીનળ પટેલ, ઉત્કર્ષ મઝુમદાર અને ચિરાગ વોરાએ પરફોર્મ કર્યું હતું.

કાર્યક્રમનું સંચાલન મુકેશ જોષીએ કર્યું હતું.

‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીના પ્રાસંગિક સંબોધનનો જુઓ વીડિયો…
વીડિયોગ્રાફીઃ મનન કોટક/ચિત્રલેખા

(પુસ્તક વિમોચન કાર્યક્રમની તસવીરી ઝલક)…

(તસવીરોઃ દીપક ધુરી)