લક્ઝરી ક્રૂઝ પર જોખમી રીતે બેસી સેલ્ફી લેતાં વિવાદઃ અમૃતા ફડણવીસે કહ્યું ‘સોરી’

મુંબઈ – લક્ઝરી ક્રૂઝજહાજ ‘આંગ્રિયા’ની મુંબઈ-ગોવા સફરના ગયા શનિવારે યોજાઈ ગયેલા ઉદઘાટન સમારંભ વખતે મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે જહાજના કિનારે બેસીને સેલ્ફી લેતા મોટો વિવાદ થયો છે. એમની વ્યાપકપણે ટીકા થઈ છે.

આખરે અમૃતા ફડણવીસે માફી માગી છે, પણ કહ્યું છે કે જહાજ પરની એ જગ્યા એટલી જોખમી નહોતી.

ઉલ્લેખનીય છે કે, સેલ્ફી લેતાં અમૃતા ફડણવીસનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. એમાં તેઓ જહાજની ધાર પર બેસીને સેલ્ફી ક્લિક કરતાં જોઈ શકાય છે.

અમૃતાએ કહ્યું છે કે મેં જ્યાં બેસીને સેલ્ફી લીધી હતી એ જગ્યા જોખમી નહોતી, કારણ કે એની નીચે બીજા બે પગથિયા પણ હતા. તેમ છતાં જો કોઈને એવું લાગતું હોય કે મેં ભૂલ કરી છે તો હું માફી માગું છું.

એમણે સાથોસાથ યુવા લોકોને ચેતવ્યાં છે કે સેલ્ફી લેવા માટે કોઈએ વધુપડતું જોખમ લેવું નહીં.

અમૃતા ફડણવીસને સેલ્ફી લેતાં દર્શાવતો વિડિયો એએનઆઈ સમાચાર સેવાએ રિલીઝ કર્યો છે. એ સાથે જ હોબાળો મચી ગયો છે.

લક્ઝરી જહાજ આંગ્રિયાને ફડણીસ અે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ વિક્ટોરિયા દક્ષિણ મુંબઈના મઝગાંવ ઉપનગરમાં આવેલી વિક્ટોરિયા ડોક ખાતેથી લીલી ઝંડી બતાવી હતી. એ માટે દેશનું સૌપ્રથમ ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ બાંધવામાં આવ્યું છે.

httpss://twitter.com/ANI/status/1053937276571541505