અમિતાભની હાથ જોડીને દર્દભરી વિનંતીઃ રેલવેના પાટા ઓળંગશો નહીં, ક્યારેય નહીં

મુંબઈ – મહાનગરમાં રેલવેના પાટા ઓળંગવા જતાં આજ સુધીમાં અનેક કમનસીબ લોકોએ જાન ગુમાવ્યા છે, અથવા ઘાયલ થયા છે. રેલવે તંત્ર લોકોને આવું કરતાં રોકવા માટે પગલાં લે છે અને એને કડક પણ બનાવી રહ્યું છે, તે છતાં હજી ઘણા લોકો એવું અર્થહીન જોખમ ખેડે છે.

લોકોને આ વિશે સંદેશ આપવા માટે મધ્ય રેલવેએ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની મદદ લીધી છે. અમિતાભ સાથે એણે એક વિડિયો શૂટ કરાવ્યો છે જેમાં અમિતાભ લોકોને પાટા ક્રોસ ન કરવા અને માત્ર ફૂટઓવર બ્રિજનો ઉપયોગ કરવાની અપીલ કરે છે.

ઉલ્લેખનીય છે કે, રેલવેના પાટા ક્રોસ કરવાને અતિક્રમણ ગણવામાં આવે છે અને આ કૃત્ય માટે રેલવે કાયદા અંતર્ગત શિક્ષાપાત્ર ગુનો ગણાય છે.

એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે લોકો પાટા ઓળંગીને ભાગતા હોય છે અને એને કારણે એમનો કિંમતી જાન જોખમમાં મૂકી દેતા હોય છે. રેલવે તંત્ર કહે છે કે અમે ઘડેલા તમામ કાયદા રેલવે પ્રવાસીઓના જીવનની સુરક્ષા માટેના જ છે તેથી એનું નિયમિત પાલન કરવું જોઈએ અને સુરક્ષિત રહેવું જોઈએ.

ગેરકાયદેસર રીતે પાટા ઓળંગવાને બદલે એને બદલે લેવલ ક્રોસિંગ (ફાટક), રોડ ઓવર બ્રિજ, ફૂટઓવર બ્રિજ, સબવેનો ઉપયોગ કરવો, જે રેલવે તંત્રે પ્રવાસીઓ, લોકોની કાળજી લેવા માટે બંધાવ્યા છે.

અમિતાભ બચ્ચનના સંદેશવાળો વિડિયો જુઓ… અને હા, એમનો આ સંદેશ માત્ર મુંબઈગરાંઓ માટે જ નથી, પણ સમગ્ર દેશના તમામ લોકો માટે છે.

httpss://twitter.com/SrBachchan/status/1056494119969648641