ગાંધીજયંતીઃ મુંબઈમાં મધ્ય રેલવેએ શરૂ કરી તિરંગાના રંગોથી રંગેલી સૌપ્રથમ લોકલ ટ્રેન

મુંબઈ – મધ્ય રેલવેએ આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની અનોખી રીતે ઉજવણી કરી છે. ગાંધીજયંતી નિમિત્તે મધ્ય રેલવેએ આજે મુંબઈમાં ટ્રાન્સહાર્બર લાઈન પર સૌપ્રથમવાર રાષ્ટ્રીય ધ્વજના ત્રણ રંગોથી રંગેલી સૌપ્રથમ લોકલ ટ્રેન દોડાવી હતી.

કેન્દ્ર સરકારે આદરેલી ‘સ્વચ્છ ભારત’ ઝુંબેશના ભાગરૂપે, તેમજ ગાંધીજીના આદર્શોમાંના એક, સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં મદદરૂપ થવા માટે મધ્ય રેલવેએ આ ટ્રેન શરૂ કરી છે.

આ ટ્રેનના ડબ્બાઓ પર તિરંગાના રંગોનું કોટિંગ કલ્યાણ રેલવે સ્કૂલનાં વિદ્યાર્થીઓએ કર્યું છે.

ડબ્બાઓ પર આ ઉપરાંત મહાત્મા ગાંધીજીના પ્રેરણાત્મક સંદેશાઓને પણ ચિતરવામાં આવ્યા છે.

આ વિશેષ તિરંગાના રંગોવાલી ટ્રેન આજે સવારે 6.37 વાગ્યે પનવેલથી ઉપડી હતી અને 7.29 વાગ્યે થાણે પહોંચી હતી. ત્યાંથી ટ્રેન 7.35 વાગ્યે ઉપડી હતી અને 8.04 વાગ્યે વાશી પહોંચી હતી. વાશીથી 8.12 વાગ્યે ઉપડી 8.41 વાગ્યે થાણે પહોંચી હતી. ત્યાંથી એ નેરુલ ગઈ હતી.

મધ્ય રેલવેએ આ ટ્રેનનો વિડિયો શેર કર્યો છે.

httpss://twitter.com/Central_Railway/status/1046814241376915456