મહારાષ્ટ્રમાં ગણપતિ વિસર્જન વેળા ડીજે-ડોલ્બી સિસ્ટમના ઉપયોગ પરનો પ્રતિબંધ યથાવત્

મુંબઈ – મહારાષ્ટ્રમાં ગણપતિ વિસર્જનના સરઘસ વખતે ડિસ્ક જોકી (ડીજે) અને ડોલ્બી સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને મુંબઈ હાઈકોર્ટે માન્ય રાખ્યો છે. આ પ્રતિબંધને હટાવી દેવાની પ્રોફેશનલ ઓડિયો અને લાઈટિંગ એસોસિએશને કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

હાઈકોર્ટે અગાઉ અનામત રાખેલા અને આજે જાહેર કરેલા પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે, ગણેશ વિસર્જન વખતે જરાય ઘોંઘાટ ન જોઈએ.

ધ્વની પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે આ પ્રતિબંધ મૂક્યો છે. મુંબઈ પોલીસે કાયદાનો કડક રીતે અમલ બજાવવાનું શરૂ કરી દીધું છે.

આ કાયદાની વિરુદ્ધમાં પ્રોફેશનલ ઓડિયો અને લાઈટિંગ એસોસિએશને હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આજે સુનાવણી વખતે ન્યાયમૂર્તિઓ શાંતનૂ કેમકર અને સારંગ કોતવાલની બેન્ચે કહ્યું કે ચાર અઠવાડિયા બાદ કેસમાં આખરી સુનાવણી કરવામાં આવશે.

હાઈકોર્ટે રાહત ન આપતાં અરજદાર સંસ્થા સુપ્રીમ કોર્ટમાં જાય એવી શક્યતા છે.

કાયદાનુસાર, ડીજે અને તેની સાથે કર્કશ અવાજમાં વગાડવામાં આવતા વાદ્યોની અવાજમર્યાદા 100 ડેસિબલ સુધી રાખવી ફરજિયાત છે.

મુંબઈ પોલીસે માત્ર ગણેશ ચતુર્થી અને ગણેશ વિસર્જન જ નહીં, પણ નવરાત્રી જેવા ઉત્સવો વખતે પણ ડીજે કે ડોલ્બી સિસ્ટમના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. કમસે કમ, આ વખતની તહેવારોની મોસમમાં તો આ સિસ્ટમનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં.

ડીજે/ડોલ્બીનો વધુપડતો, અસહ્ય ઘોંઘાટ કેટલો બધો હાનિકારક નિવડી શકે છે એ દર્શાવતી એક ટૂંકી ફિલ્મ…

httpss://www.facebook.com/anantharaman.iyer1/videos/1992773304137656/