આ છે, ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ની અંતિમ સ્પર્ધાના સંભવિત વિજેતાઓની યાદી… નામોની આ યાદીમાંથી ચૂંટાશે આખરી વિજેતાઓ…

મુંબઈ – ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)ની અંતિમ સ્પર્ધાના ૧૧ નાટકોની ભજવણી ૩ જાન્યુઆરીથી શરૂ થઈ ૧૩ જાન્યુઆરીના શનિવારે પૂરી થયા બાદ અંતિમ સ્પર્ધાના સંભવિત વિજેતાઓની યાદી બહાર પાડવામાં આવી છે. અંતિમ વિજેતાઓની જાહેરાત ૧૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ કરવામાં આવશે.

ત્રણ નિર્ણાયકો – રોબિન ભટ્ટ, મહેશ ચંપકલાલ શાહ અને કમલેશ મોતા દ્વારા વિવિધ તમામ શ્રેણીઓમાં સંભવિત વિજેતાઓનાં નામોની કરાયેલી જાહેરાતની વિગત આ મુજબ છેઃ

શ્રેષ્ઠ નાટકની શ્રેણીમાં સંભવિત વિજેતા…

નાટકનું નામ – સંસ્થાનું નામ

  1. સાત સમંદર સૌની અંદર – સીલ્યુએટ થિયેટર્સ, સુરત
  2. કાચીંડો – ક્લેપ ટ્રેપ ધ ટ્રુપ, મુંબઈ
  3. પોતપોતાનું કેનવાસ – સમૃદ્ધિ પ્રોડક્શન, અમદાવાદ
  4. રાવતો – ગીત થિયેટર, વડોદરા
  5. ધ ગેઈમ – જહાંગીર ગ્રુપ, નવસારી
  6. એક વત્તા એક અગિયાર – થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ, સુરત
  7. સંતાકુકડી – શિવઅંશમ્, સુરત.

 

શ્રેષ્ઠ દિગ્દર્શકની શ્રેણીમાં સંભવિત વિજેતા…

દિગ્દર્શકનું નામ – નાટકનું નામ

  1. વ્યાસ હેમાંગ – કાચીંડો
  2. કર્તવ્ય શાહ – પોતપોતાનું કેનવાસ
  3. રૂમી બારિયા – ધ ગેઈમ
  4. રિષીત ઝવેરી – એક વત્તા એક અગિયાર
  5. રોહિત પ્રજાપતિ – રાવતો

 

શ્રેષ્ઠ કલાકાર (પુરુષ પાત્ર)ની શ્રેણીમાં સંભવિત વિજેતા…

કલાકારનું નામ – પાત્રનું નામ – નાટકનું નામ

  1. વ્યાસ હેમાંગ – નોરમન – કાચીંડો
  2. ભાર્ગવ ત્રિવેદી – ચિત્રકાર – પોતપોતાનું કેનવાસ
  3. સ્વપ્નીલ પાઠક – તરુણ જોષી – એક વત્તા એક અગિયાર
  4. દેવાંગ જાગીરદાર – પારસનાથ – સાત સમંદર સૌની અંદર
  5. હિમાંશુ વૈદ્ય – અમર મારફતિયા – ધ ગેઈમ

 

શ્રેષ્ઠ કલાકાર (સ્ત્રી પાત્ર)ની શ્રેણીમાં સંભવિત વિજેતા…

કલાકારનું નામ – પાત્રનું નામ – નાટકનું નામ

  1. શ્રીયા તિવારી – સુવર્ણા/સુપ્રિયા – સાત સમંદર સૌની અંદર
  2. મીના પુરાણી – નોરમા – કાચીંડો
  3. સૌમ્યા ઠાકર – સ્મૃતિ/કૃપાલી – પોતપોતાનું કેનવાસ
  4. સિમરન અરોરા – ઈન્સ્પેક્ટર રોશની – એક વત્તા એક અગિયાર
  5. દિપના પટેલ – અનમોલ – સંતાકુકડી
  6. દ્રષ્ટિ દોડિયા – સતી – રાવતો
  7. ઊર્જિતા કિનારીવાલા – મલ્લિકા દેસાઈ – અભિનેત્રી
  8. સંગીતા મારફતિયા – જાગૃતિ બારિયા – ધ ગેઈમ

 

શ્રેષ્ઠ સહકલાકાર (પુરુષ પાત્ર)ની શ્રેણીમાં સંભવિત વિજેતા…

કલાકારનું નામ – પાત્રનું નામ – નાટકનું નામ

  1. મિહિર પાઠક – બલિ – બલિ અને શંભુ
  2. નિરવ પરમાર – લેખક – પોતપોતાનું કેનવાસ
  3. રોહિત પ્રજાપતિ – બક્કર – રાવતો
  4. કુરુષ જાગીરદાર – કુમાર/ઈન્સ્પેક્ટર – ધ ગેઈમ

 

શ્રેષ્ઠ સહકલાકાર (સ્ત્રી પાત્ર)ની શ્રેણીમાં સંભવિત વિજેતા…

કલાકારનું નામ – પાત્રનું નામ – નાટકનું નામ

  1. સાત્વી ચોકસી – પલ્લવી – કાચીંડો
  2. પૂનમ મેવાડા – છીપલી – રાવતો
  3. પૂજા રૂમાલે – સોનાલી – અભિનેત્રી
  4. શિવાની ચાવાલા – કામિની – ધ ગેઈમ

 

શ્રેષ્ઠ યુવા કલાકારની શ્રેણીમાં સંભવિત વિજેતા…

મેઘ પંડિત (નાટકનું નામ – મસ્તરામ)

 

શ્રેષ્ઠ મૌલિક નાટકની શ્રેણીમાં સંભવિત વિજેતા…

લેખકનું નામ – નાટકનું નામ

  1. ભાર્ગવ ત્રિવેદી (પોતપોતાનું કેનવાસ)
  2. અનોપસિંહ સરવૈયા (ડેવી જોન્સ એક આંધળી વાર્તા)

 

શ્રેષ્ઠ કલાનિર્દેશનની શ્રેણીમાં સંભવિત વિજેતા…

કલાનિર્દેશકનું નામ – નાટકનું નામ

  1. સેતુ ઉપાધ્યાય (સાત સમંદર સૌની અંદર)
  2. કર્તવ્ય શાહ (પોતપોતાનું કેનવાસ)
  3. ચંદ્રકાંત સંધાડિયા (ધ ગેઈમ)

 

શ્રેષ્ઠ પ્રકાશ રચનાની શ્રેણીના સંભવિત વિજેતા

પ્રકાશ આયોજકનું નામ – નાટકનું નામ

  1. વ્યાસ હેમાંગ/વૈભવ દેસાઈ – (કાચીંડો)
  2. કર્તવ્ય શાહ/રોનક માર્ગુટ – (પોતપોતાનું કેનવાસ)
  3. અઝીઝ ખાન – (ધ ગેઈમ)

 

શ્રેષ્ઠ સંગીત રચનાની શ્રેણીના સંભવિત વિજેતા

સંગીત આયોજકનું નામ – નાટકનું નામ

  1. રૂમી બારિયા – (ધ ગેઈમ)
  2. ઓજસ ભટ્ટ/દ્વિજ નાયક – (એક વત્તા એક અગિયાર)
  3. રિષીત ઝવેરી – (સંતાકુકડી)

 

શ્રેષ્ઠ વેશભૂષાની શ્રેણીમાં સંભવિત વિજેતા…

વેશભૂષાકારનું નામ – નાટકનું નામ

  1. દેવાંગી ભટ્ટ (સાત સમંદર સૌની અંદર)
  2. રોહિત પ્રજાપતિ (રાવતો)
  3. જાગૃતિ બારિયા (ધ ગેઈમ)

 

નિર્ણાયકો દ્વારા અંતિમ સ્પર્ધામાં સર્ટિફિકેટ ઓફ મેરિટ મેળવનાર કલાકાર-કસબીઓનાં નામોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

આ કલાકારો છેઃ

હેમંત/હર્ષ વ્યાસ – પાત્ર (પ્રિન્સ/છોટુ) – નાટક (સાત સમંદર સહુની અંદર

દુર્ગેશ રાજપૂત/ભૂમિકા બ્રહ્મભટ્ટ – પાત્ર (અમર દેસાઈ/મોના) – નાટક (કાચીંડો

જુહી પાઠક – પાત્ર (બુલબુલ) – નાટક (બલિ અને શંભુ)

નવેદ કાદરી – પાત્ર (સંદીપ બાંડિયો) – નાટક (પોતપોતાનું કેનવાસ)

કનૈયાલાલ પરમાર – પાત્ર (ચંદો) – નાટક (રાવતો)

જિતેન્દ્ર સાહેબ/વિશ્વા જરીવાલા – પાત્ર (કાંતિ/રાધા) – નાટક (અભિનેત્રી)

સંજય નામજોષી/એકતા દેસાઈ – પાત્ર (સોરાબજી/લ્યુસી) – નાટક (ધ ગેઈમ)

વૈભવ સોની/ઐશ્વર્યા શર્મા/મમતા પાંડે – પાત્ર (સમીર/ઝીલ/સ્ત્રી) – નાટક (એહતે સાબી)

શિવાની પાંડે/નિરાલી મોદી – પાત્ર (અદિતી/માનસી) – નાટક (એક વત્તા એક અગિયાર)

હર્ષ રાજ્યગુરુ/અનોપસિંહ સરવૈયા – પાત્ર (મોહન/મિહિર કાકા – નાટક (‘ડેવી જોન્સ’ એક આંધળી વાર્તા)

હરીશ લુહાર – લાઈટ્સ

અર્ચા સોમૈયા – મેકઅપ

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ના અન્ય સહયોગીઓ છેઃ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા.લિ. (એસઆરકે) સુરત, જીવનભારતી મંડળ (સુરત), એગ્રોસેલ ઈન્ડસ્ટ્રિઝ (ભૂજ), રાજવી જોશી- રાજ થિયેટર (મુંબઈ), ભવન કલા કેન્દ્ર-ચોપાટી, મુંબઈ તથા ભવન્સ-અમદાવાદ.

નાટ્યસ્પર્ધાના જજીસ (ડાબેથી જમણે): મહેશ ચંપકલાલ શાહ, કમલેશ મોતા, રોબિન ભટ્ટ