લિવ-ઈન પાર્ટનરની મારપીટ કરવા બદલ બોલીવૂડ એક્ટર અરમાન કોહલી સામે પોલીસ કેસ

0
658

મુંબઈ – બોલીવૂડ એક્ટર અરમાન કોહલી સામે સાંતાક્રુઝ (મુંબઈ) પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે. પોતાની ગર્લફ્રેન્ડની મારપીટ કર્યાનો અરમાન કોહલી પર આરોપ છે.

મારપીટનો ભોગ બનેલી યુવતી નીરુ રંધાવા છે. એને અંધેરી (વેસ્ટ)ની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. નીરુ ફેશન સ્ટાઈલિસ્ટ છે. એ અને અરમાન 2015થી લિવ-ઈન રિલેશનશિપમાં છે. બંને જણ એક કોમન મિત્રની મારફત એકબીજાંનાં પરિચયમાં આવ્યાં હતાં અને પછી ડેટિંગ શરૂ કર્યું હતું.

કહેવાય છે કે અરમાને નીરુને એનાં માથાનાં વાળથી પકડી હતી એનું માથું જમીન પર પછાડ્યું હતું.

અરમાન સામે પોલીસે ઈન્ડિયન પીનલ કોડની કલમો 323, 326, 504, 506 હેઠળ ગુનો નોંધ્યો છે. અરમાન ફરાર છે.