મલેશિયાના વડા પ્રધાને કહ્યું, અમે ઝાકીર નાઈકને ભારત પાછો નહીં મોકલીએ

ક્વાલાલમ્પુર – મલેશિયાના વડા પ્રધાન મહાતીર બિન મોહમ્મદે કહ્યું છે કે, ઈસ્લામિક ઉપદેશક અને ઈસ્લામિક રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના સ્થાપક ઝાકીર નાઈકને એમનો દેશ ભારતમાં પાછો મોકલશે નહીં.

મોહમ્મદે કહ્યું છે કે, ઝાકીર નાઈક જ્યાં સુધી અમારે ત્યાં કોઈ સમસ્યા ઊભી નહીં કરે ત્યાં સુધી અમે એને અહીંથી કાઢી નહીં મૂકીએ. એને કાયમી રહેવાસી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.

મલેશિયાના વડા પ્રધાન મહાતીર બિન મોહમ્મદ

ઉલ્લેખનીય છે કે, ભડકાઉ ભાષણો કરવા બદલ વિવાદાસ્પદ બનેલા અને ભારત છોડી ગયેલા ઝાકીર નાઈકનું પ્રત્યાર્પણ કરવાની ભારત સરકારે મલેશિયા સરકારને વિનંતી કરી છે.