દાવોસમાં ટ્રમ્પ, ટેરિઝા, મેંક્રો અને પુતિન વિના મળી રહી છે આર્થિક સમીક્ષા બેઠક

દાવોસઃ અહીં મળી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેવી મહત્ત્વની બેઠક એવી બની રહી છે જાણે નખ વગરનો વાઘ. એમ તો દુનિયાભરની અમીર અને તાકાતવર જણાતી હસ્તીઓ આપ્લ્સના પહાડોમાં સ્વિટ્ઝર્લેન્ડના શહેર દાવોસમાં વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યાં છે. પાંચ દિવસની આ બેઠક શરુ થઈ ગઈ છે. ભારતના 100થી વધુ મુખ્ય કાર્યપાલક અધિકારીઓ આ સમ્મેલનમાં ભાગ લઈ રહ્યાં છે. દુનિયાના દિગ્ગજોની આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાના સંકટમાં આવવાની શક્યતાઓ દેખાઈ છે.

પોતાના દેશોમાં રાજનૈતિક અને આર્થિક મુદ્દાઓના કારણે દુનિયાના ઘણા નેતાઓ જેવાકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, બ્રિટનની ટેરિઝા મે, ફ્રાંસના એમૈનુઅલ મેક્રા અને રશિયાના વ્લાદિમિર પુતિને આ વર્ષે વાર્ષિક આયોજનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઘણા લોકોનું માનવું છે કે આ નેતાઓની અનુપસ્થિતિના કારણે દુનિયા સમક્ષ જોખમોને લઈને વધારે ગહન ચર્ચાની જરુર છે.

ડબ્લ્યૂઈએફમાં જર્મનીના ચાંસેલર એન્જલા મર્કેલ, સ્ટિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ યૂ માઉરર, જાપાનના શિન્ઝો આબે, ઈટલીના ગ્યૂસેપ કાંડે અને ઈઝરાયલના બેન્ઝામિન નેતન્યાહૂ ભાગ લે તેવી શક્યતાઓ છે. આ સિવાય વૈશ્વિક કંપનીઓના સીઈઓ, કેન્દ્રીય બેંકર, અર્થશાસ્ત્રી સમાજના નેતાઓ, મીડિયા પ્રમુખ, સેલિબ્રિટીઝ, આંતરરાષ્ટ્રીય સંગઠનો, વિશ્વ વ્યાપાર સંગઠન, ઓઈસીડી અને વિશ્વબેંક પ્રમુખ સહિત કુલ 3000 થી વધારે ભાગીદાર બેઠકમાં ભાગ લેશે.

ભારત દ્વારા આ સંમેલનમાં નાણાંપ્રધાન અરુણ જેટલી અને ધર્મેન્દ્ર પ્રધાનને ભાગ લેવાના હતાં પરંતુ હવે તેઓ આ સંમેલનમાં ભાગ નથી લેવાના. આ સાથે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રાબાબુ નાયડુ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ આમાં ભાગ નહી લે.