અમેરિકાનો ચીનને ઝટકો: ચીનની બેંક પર લગાવ્યો પ્રતિબંધ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચીન પ્રવાસ પહેલાં અમેરિકા સ્થિત ચીનની બેંક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમેરિકી પ્રશાસને ચીનની બેંક ઓફ ડૈનડોંગને અમેરિકાની બેન્કિંગ વ્યવસ્થા સાથે આર્થિક વ્યવહાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

આ બેંક પર અમેરિકાએ પરમાણું કાર્યક્રમમાં ઉત્તર કોરિયાને આર્થિક મદદ કરવા અને અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધનો ઉલ્લંધન કરવાનો આરોપ છે. આ સંદર્ભમાં અમેરિકાએ જૂન મહિનામાં અનેક કંપનીઓને પણ ચેતવણી આપી હતી.

ટ્રમ્પ પ્રશાસને જણાવ્યું કે, તેમણે ઉત્તર કોરિયાની મદદ કરનારા અને તેની સાથે આર્થિક વ્યવહાર રાખનારાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી બહુ પહેલેથી જ કરી રાખી હતી. જોકે આ વિચાર પર અમલ એવા સમયે કરવામાં આવી રહ્યો છે, જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એશિયાના પ્રવાસે આવી રહ્યા છે.

અમેરિકાના નાણાપ્રધાન સ્ટીવેન ન્યૂચિને કહ્યું કે, વિશ્વની તમામ બેંક અને કંપનીઓએ એ વાત પર ધ્યાન રાખવું જોઈએ કે, તેમણે ગેરકાયદે આર્થિક વ્યવસ્થા અને વ્યાપાર કરવાના ઉત્તર કોરિયાના પ્રયાસોથી સાવધાન રહેવું જોઈએ.

અમેરિકાના નાણાં મંત્રાલયે બેંક ઓફ ડૈનડોંગ પર પ્રતિબંધ લગાવવાની સાથે આંતરરાષ્ટ્રીય બેંકના જોખમ અને તેના અધિકારીઓ માટે ઉત્તર કોરિયાને વિશ્વ બજારમાં પ્રવેશતું અટકાવવા માટે કેટલાક દિશાનિર્દેશ પણ જારી કરવામાં આવ્યાં છે.