સરહદ પર તણાવ ઘટાડવા ભારત-પાક. ચર્ચાથી સમાધાન લાવે: અમેરિકા

વોશિંગ્ટન- પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદ પર વારંવાર યુદ્ધવિરામના ઉલ્લંઘનને કારણે સરહદ પર બંને દેશો વચ્ચે સતત તણાવનું વાતાવરણ રહે છે. જેને લઈને અમેરિકાએ બંને દેશોને સલાહ આપી છે અને ચર્ચા દ્વારા સમાધાન લાવવા જણાવ્યું છે.બન્ને પાડોશી દેશો વચ્ચે ઉદભવેલા તણાવને દુર કરવા અમેરિકાનું વલણ કેવું રહેશે એવા સવાલનો જવાબ આપતા અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીથર નોર્ટે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, બન્ને પક્ષે ચર્ચા દ્વારા સ્થાયી સમાધાન લાવવા પ્રયાસ કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વિવાદ મામલો અમેરિકાના ટોચના અધિકારી દ્વારા અમેરિકન કોંગ્રેસમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. US સેન્ટ્ર કમાનના કમાંડર જનરલ જોસેફ વોલેટે સેનેટ આર્મ્ડ સર્વિસીઝ કમિટિ સમક્ષ જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન બન્ને દેશો પરમાણું શક્તિ સંપન્ન દેશ છે. અને બન્ને દેશો વચ્ચે ઘણાં સમયથી સરદહી તણાવ ચાલી રહ્યો છે. જેનું વહેલીતકે યોગ્ય સમાધાન આવે તે જરુરી છે.

આપને જણાવી દઈએ કે, ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ અને PoK સ્થિત સરહદ પર પાકિસ્તાન વિના કારણે અને ભારત દ્વારા કોઈપણ જાતની ઉશ્કેરણી વગર ફાયરિંદ કરીને યુદ્ધવિરામનો ઉલ્લંઘન કરતું રહે છે. જેના લીધે ભારતીય સેનાને પણ વળતો જવાબ આપવાની ફરજ પડે છે અને સરહદી વિસ્તારોમાં તણાવ સર્જાય છે.