અંડર ગ્રાઉન્ડ મેટ્રોમાં મુસાફરી કેન્સરનું કારણ બની શકે છે: રિસર્ચ

અમેરિકા- અમેરિકામાં કરવામાં આવેલા એક રિસર્ચમાં જણાવ્યા મુજબ અંડર ગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનમાં યાત્રા કરનારા પ્રવાસીઓને કેન્સર જેવી જીવલેણ બિમારી થવાની શક્યતા વધી જાય છે. રિસર્ચમાં જણાવ્યા મુજબ અંડર ગ્રાઉન્ડ ટનલને કારણે તેમાં કેન્સર ઉત્પન્ન કરનારા જીવાણુઓની સંખ્યા ઘણી વધી જાય છે.

વર્ષ 2015માં સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે એક અંદાજ પ્રમાણે 6.5 મિલિયન લોકોના મૃત્યુ થયા હતા. શોધકર્તાઓએ જણાવ્યું કે, વાયુ પ્રદૂષણમાં પીએમનું સ્તર સૌથી ખતરનાક લેવલે જોવા મળ્યું હતું. વાયુ પ્રદૂષણમાં જોવા મળતા બે પ્રમુખ ઘટકો પાલીસાઈક્લિક એરોમેટિક હાઈડ્રોકાર્બન (PH) અને હેક્સાવેલેન્ટ ક્રોમિયમ છે.

ઉપરોક્ત બન્ને પ્રકારના ઘટકો કાર્ડિયોવસ્કુલર અને રેસ્પોયરેટરી ડિસ્ટ્રેટનું કારણ બની શકે છે. સાથે જ કેન્સર માટે પણ પ્રમુખ કારણ બની શકે છે.

અમેરિકા સ્થિત દક્ષિણ કેલિફોર્નિયાના સંશોધનકારોએ જાણકારી મેળવી છે કે, અંડર ગ્રાઉન્ડ ટનલમાં વધુ પડતી મુસાફરી કરવી જોખમી પુરવાર થઈ શકે છે અને કેન્સરનું કારણ બની શકે છે. સરકારી આંકડા તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝએશન (WHO) અને યુએસ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન જેવી સ્વાસ્થ્ય સંસ્થાઓએ એક અભ્યાસમાં જણાવ્યું કે, નક્કી કરેલા માપદંડ કરતાં અંડર ગ્રાઉન્ડ ટનલમાં કેન્સર ઉત્પન્ન કરનારા જીવાણુંઓની શક્યતા સામાન્ય કરતાં 10 ગણી વધી જાય છે.