UAEએ પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યાં, મૈત્રી પ્રયાસો બિરદાવ્યાં

નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાત ભારતના વડાપ્રધાન મોદીને એક મોટું સન્માન આપવા જઈ રહ્યું છે. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ અને યૂએઈ આર્મ્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મહોમ્મદ બિન જાયેદે ટ્વિટ કરીને જણાવ્યું કે યૂએઈના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને જાયેદ મેડલથી સન્માનિત કર્યા છે.

મહોમ્મદ બિન જાયેદે ટ્વિટર પર આ મામલે જાણકારી આપતા લખ્યું, કે ભારત સાથે અમારા ઐતિહાસિક અને વ્યાપક રણનીતિક સંબંધ છે, વડાપ્રધાન મોદીના મોદીના પ્રયત્નોથી આ સંબંધોને વેગ મળ્યો છે. તેમના પ્રયાસોની સરાહના કરતા, સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિએ તેમને જાયેદ મેડલ પ્રદાન કર્યું છે.

 

 

 

 

 

 

 

 

 

આપને જણાવી દઈએ કે આ અરબ અમીરાતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જે બાદશાહો, પ્રેસિડેન્ટ અને હેડ ઓફ સ્ટેટને આપવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ સંયુક્ત અરબ અમીરાતનો પ્રવાસ કર્યો હતો, આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અબુધાબીમાં પહેલા હિન્દૂ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. મોદીની આ યાત્રા દરમિયાન બંન્ને દેશો વચ્ચે ઘણી સમજૂતીઓ પર હસ્તાક્ષર પણ થયા હતા. 2017માં સંયુક્ત અરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સે પણ ભારતનો પ્રવાસ કર્યો હતો.

તો વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને અરબ અમિરાતના ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો છે અને લખ્યું છે કે હું આ સન્માનનો વિનમ્રતાપૂર્વક સ્વિકાર કરું છું.

વડાપ્રધાન મોદીએ લખ્યું કે, તમારા દૂરોગામી નેતૃત્વ હેઠળ, આપણા વ્યૂહાત્મક સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. આ મિત્રતા આપણી જનતા અને પ્લાનેટની શાંતિ અને સમૃદ્ધિમાં મહત્વનો ફાળો આપે છે.