UN: અહીં બે કરોડ લોકો ભૂખ સામે ઝઝૂમી રહ્યાં છે, વૈશ્વિક સ્કેલ પર ફેઝ -5 માં આખેઆખો દેશ

યમનઃ સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે યુદ્ધ પ્રભાવિત યમનમાં બે કરોડ લોકો ભૂખ અને અઢી લાખ જેટલા લોકો તબાહીનો સામનો કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના માનવીય સહાયતાના પ્રમુખ માર્ક લોકોંકે જણાવ્યું કે દેશમાં ખૂબ ઝડપી ગતિથી સ્થિતિ ખરાબ થઈ રહી છે અને આ ચિંતાનો વિષય છે.

તેમણે જણાવ્યું કે પહેલીવાર યમનના અઢી લાખ લોકોને વૈશ્વિક સ્કેલ પર ફેઝ -5 માં રાખવામાં આવ્યા છે. આ સ્કેલ ખાદ્ય અસુરક્ષા તથા કુપોષણની ભયાનકતાને દર્શાવે છે. આ સ્કેલમાં ફેઝ -5 ભૂખમરો, મૃત્યુ, અને ગરીબી દર્શાવે છે.

લોકોંક અને સંયુક્ત રાષ્ટ્રમાં માનવીય મામલાઓના મહાસચિવે જણાવ્યું કે આ લોકો ચાર પ્રાંતો તાએજ, સાદા, હજ્જા અને હેદોદિયામાં વસી રહ્યા છે અને આ વિસ્તારોમાં સંઘર્ષ તેજીથી વધી રહ્યો છે.