H-1B વિઝા પર ટ્રમ્પ પ્રશાસને ગાળીયો કસ્યો, કામ નહીં કરી શકે ડિપેન્ડેન્ટ

વોશિંગ્ટનઃ ટ્રંપ સરકાર એક બાદ એક કરીને ઓબામા સરકારના નિર્ણયોને બદલી રહી છે. ઓબામા કેર અને નેટ ન્યૂટ્રલિટી બાદ ટ્રંપ પ્રશાનસે હવે એચ1બી વિઝાના નિયમોને વધારે કડક બનાવવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમો અનુસાર એચ1બી વિઝા અંતર્ગત અમેરિકામાં પતિ અથવા પત્ની તરીકે નિવાસ કરતા આશ્રિતો માટે નોકરી કરવી અત્યંત કઠણ બની જશે.
આ નિર્ણયની અસર નાના વર્ગના લોકો પર પડી શકે છે. એચ1બી વિઝા પર કામ કરી રહેલા એવા પ્રોફેશનલ્સ કે જેઓ ગ્રીન કાર્ડ માટે પ્રયત્ન કરી રહ્યા છે તેવા લોકો ટ્રંપ પ્રશાનના આ નિર્ણયથી ચોક્કસ પ્રભાવિત થશે. ટ્રંપ પ્રશાસનના આ નિર્ણયની યૂએસ ડિપાર્ટમેંટ ફોર હોમલેંડ સિક્યોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જાહેરાત કરવામાં આવી છે. જો કે આ નિવેદનમાં ટ્રંપ પ્રશાનના આ નિર્ણયની વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી. ડિપાર્ટમેંટ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે ટ્રંપ પ્રશાસને બાય અમેરિકન, હાયર અમેરિકન પોલિસી અંતર્ગત આ નિર્ણય લીધો છે.