માનવતાનો સાદ અને સોશિઅલ મીડિયાનો સાથ, કલાકોમાં 3 કરોડ 6 લાખ ઝોળીમાં

મિનેસોટાઃ માનવતાનો સાદ પડે ત્યારે દુનિયાના કોઇપણ ખંડમાં પ્રતિભાવ મળી શકે છે તેની પ્રતીતિ કરાવતો કિસ્સો બહાર આવ્યો છે. વળી તે માટે સોશિઅલ મીડિયા પરની ટહેલે એક બાળક માટે જીવ બચાવવાનું ઉમદા કાર્ય કર્યું હતું. અમેરિકામાં 5 વર્ષના બાળક લેનડનની સારવાર માટે ગણતરીના કલાકોમાં 3 કરોડ 6 લાખ રુપિયા ભેગાં થઈ ગયાં હતાં.લેનડનને મોલના ત્રીજા માળેથી એક શખ્શે ફેંકી દીધો હતો જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલિસના જણાવ્યાં મુજબ લેનડન હોફમેન મિનેસોટાના વુડબરી શહેરમાં રહે છે જેને 24 વર્ષના મેન્યુઅલ અરાન્ડા નામના યુવકે મોલના ત્રીજા માળેથી ફેંકી દીધો હતો. અરાન્ડા પર હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી જેલ મોકલી અપાયો છે. તેની પર પહેલાં પણ અપરાધિક કેસો નોંધાયેલાં છે.દરમિયાન લેનડનની પિતરાઈ બહેને પોતાના સોશિઅલ એકાઉન્ટ પેજ પર તેના ભાઈની સલામતી માટે દુઆની અપીલ કરવા સાથે લખ્યું હતું કે એક રાક્ષસે તેના ભાઈને મોલના ત્રીજા માળેથી ફેંકી દીધો છે અને લેનડન પળપળજીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ પોસ્ટને પ્રતિભાવ આપતાં લેનડનના પારિવારિક મિત્રોએ ગોફંડમી નામનું ક્રાઉડ ફંડિગ શરુ કર્યું અને શું તમે પાંચ વર્ષના સૌથી પ્યારા બાળકને તમે મળી રહ્યાં છો તેવું લખાણ કરવામાં આવ્યું હતું. આ ટહેલના ઉપર રાત પડતાં સુધીમાં તો 3 કરોડ 6 લાખ રુપિયાથી વધુ રકમ જમા થઈ ગઈ હતી. આપને જણાવીએ કે ક્રાઉડ ફંડિગ કોઇ ખાસ પ્રોજેક્ટ, બિઝનેસ વેન્ચર અથવા તો સામાજિક કલ્યાણ માટે તમામ લોકો પાસેથી નાનીનાની રકમ મેળવવાની પ્રક્રિયા છે જે પરદેશમાં ખૂબ પ્રચલિત છે અને આપણાં દેશમાં પણ ઘણીવાર સફળ થતી જોવા મળી છે.