નવાઝ શરીફના ઘર બહાર તાલિબાનનો આત્મઘાતી હૂમલો, 9ના મોત

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ઘર પાસે તાલિબાનના આત્મઘાતી હુમલામાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પોલિસ જવાનોનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફના ઘર પાસે આવેલી ચેકપોસ્ટ પાસે આતંકીએ પોતાની જાતને બોંબથી ઉડાવી દીધી છે. બચાવ અને રાહત કાર્યમાં જોડાયેલા અધિકારીઓના કહેવા પ્રમાણે આ હુમલો બુધવારે રાત્રીના સમયે એક આત્મધઘાતી હુમલાખોર દ્વારા ચેકપોસ્ટ નજીક કરવામાં આવ્યો છે. જે જગ્યાએ વિસ્ફોટ થયો તે સ્થળ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના ઘરથી થોડુક જ દૂર આવેલું છે.બચાવ અધિકારીના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટમાં 9 લોકોના મૃત્યું થયા છે. જેમાં 5 પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. તો આ સીવાય 25 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાં કુલ 14 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. ઘાયલ પોલીસ કર્મચારીઓમાં 4 લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને બચાવદળ દ્વારા શરીફ મેડિકલ કોમ્પલેક્ષ અને ત્યાં નજીક આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પંજાબના પોલીસ આઈજી આરિફ નવાઝે હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ હુમલો એક આત્મઘાતી હુમલો હતો, જેને એક કિશોરે અંજામ આપ્યો હતો અને તેણે ચેકપોસ્ટ નજીક પોતાની જાતને બોંબથી ઉડાવી દીધી હતી. લાહોરના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ડો. હૈદર અશરફે જણાવ્યું કે ટીનએજ બાળકે પોતાની જાતને ચેકપોસ્ટ પાસે ઉડાવી દીધી હતી. અને ત્યાં 14 જેટલા પોલીસ કર્મીઓ ઉપસ્થિત હતા.