અમેરિકા-મેક્સિકો સીમા દીવાલ વિવાદઃ બેઠક છોડીને ટ્રમ્પ ચાલ્યા ગયા

0
701

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની વિવાદિત અમેરિકા-મેક્સિકો સીમા દીવાલ યોજના માટે 5.7 અબજ ડોલરની રકમ આપવાથી ઈનકાર કરવામાં આવ્યા બાદ શિર્ષ ડેમોક્રેટિક નેતાઓ નેંસી પેલોસી અને ચક શુમર સાથેની બેઠક અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા.

આ પહેલા ટ્રમ્પે વિપક્ષી પાર્ટીના બજેટ મામલે રાજી ન હોવાની સ્થિતીમાં રાષ્ટ્રીય આપાતકાળ લાગૂ કરવાની ધમકી આપી હતી જેથી અવૈધ આવ્રજકોને દેશમાં આવવાથી રોકવા માટે દીવાલ બનાવવાની પોતાની યોજનાને ચાલૂ કરી શકે.

ટ્રમ્પે પ્રતિનિધિસભાના સ્પિકર નેંસી પેલોસી અને સેનેટમાં અલ્પમતના નેતા ચક શુમરને પૂછ્યું કે જો આંશિક રુપથી બંધ પડેલા સરકારી કામકાજને ફરીથી શરુ કરી દેવામાં આવે તો શું તે આગામી 30 દિવસમાં સીમા દીવાલ માટે બજેટ આપવાના પગલાનું સમર્થન કરશે. પેલોસીએ જ્યારે આ મામલે ના પાડી તો ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ થઈ ગયા અને બેઠક છોડીને ચાલ્યા ગયા.

નારાજ થયેલા ટ્રમ્પે ટ્વિટ કર્યું કે હું ચક અને નેંસી સાથેની બેઠક વચ્ચે જ છોડીને આવી ગયો. કારણ કે આ બેઠક સમયની બરબાદી હતી. મેં પૂછ્યું કે અમે કામકાજ ફરીથી શરુ કરી દઈએ તો 30 દિવસમાં શું તમે દીવાલ અથવા સ્ટીલ અવરોધક સહિત સીમા સુરક્ષાને મંજૂરી આપશો તો નેંસીએ ના પાડી હતી. અને ત્યારબાદ હું અલવીદા કહીને આવતો રહ્યો બીજુ કશું જ ન કરી શકાય.ટ્રમ્પ બેઠકની વચ્ચેથી જ ચાલ્યા ગયા તેના કારણે અમેરિકામાં રાજનૈતિક અસ્થિરતાનો નવો દોર શરુ થયો છે.