આઈએસ આતંકવાદીઓ ભારતીય તટ બાજુ રવાના થયાના સમાચારો બાદ શ્રીલંકાઈ નૌસેના સતર્ક

કોલંબોઃ ઈસ્લામિક સ્ટેટના 15 સ્થાનિક આતંકવાદીઓ બોટ પર સવાર થઈને કથિત રુપે ભારતના લક્ષદ્વિપ માટે રવાના થઈ રહ્યાના ગુપ્તચર રિપોર્ટો બાદ શ્રીલંકાઈ નૌસેનાએ રવિવારના રોજ કહ્યું કે તટીય રક્ષા જહાંજો અને કર્મીઓને સતર્ક કરી દેવામાં આવ્યા છે.

કેરળ પોલીસના એક શીર્ષ અધિકારીક સુત્રએ મીડિયાને માહિતી આપી હતી કે આઈએસઆઈએસના કથિત 15 આતંકવાદી બોટ પર સવાર થઈને લક્ષદ્વિપ માટે રવાના થઈ રહ્યાના ગુપ્તચર રિપોર્ટ બાદ રાજ્યના તટીય પોલીસ સ્ટેશનો અને તટીય જિલ્લાઓના પોલીસ પ્રમુખોને સતર્ક કરી દેવામાં આવ્યા છે.

શ્રીલંકાઈ નૌસેના પ્રવક્તા ઈસુરુ સુરિયાબંદરાએ કહ્યું કે નૌસેનાને સ્થાનીય અને ભારતીય મીડિયામાં આવેલા સમાચારોથી માહિતી મળી છે કે સ્થાનીય આઈએસના 15 સદસ્ય સમુદ્રી માર્ગથી ભારતના લક્ષદ્વિપ તરફ આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણે આપણા તટીય રક્ષા જહાંજો અને કર્મીઓને સતર્ક કરી દીધા છે.

પ્રવક્તાએ એપણ જણાવ્યું કે નૌસેનાને આ સંબંધમાં કોઈ અધિકારીક સૂચના નહોતી મળી. સુરિયાબાંદરાએ કહ્યું કે સ્થાનીય જિહાદી સમૂહના સદસ્યો ભારત તરફ આવવા રવાના થયા હોવાની આશંકા છે. જો કે અધિકારીક રીતે નૌસેનાને સૂચના નહોતી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં 21 એપ્રિલના રોજ આઠ સીરિયલ બ્લાસ્ટ સાથે થયેલા ભીષણ આતંકી હુમલામાં આશરે 260 લોકોના મોત થયા છે. મૃતકોમાં 40થી વધારે વિદેશી શામિલ હતા. હુમલામાં 500 અન્ય ઘાયલ થયા છે. આઈએસએ આ વિસ્ફોટોની જવાબદારી લીધી હતી પરંતુ શ્રીલંકાઈ સરકારે કહ્યું હતું કે સ્થાનીય જેહાદી સમૂહ નેશનલ તૌહીદે આ હુમલો કર્યો હતો.