શું ઝાકિર નાઈકથી પ્રેરિત હતો શ્રીલંકા હુમલાનો માસ્ટરમાઈન્ડ?

નવી દિલ્હી- શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ નેશનલ તૌહીદ જમાત (NTJ) સંગઠનનો આતંકી મોલવી જેહરાન હાશિમ હતો.  એક વેબસાઈટના હવાથી મળતી ખબર અનુસાર હાશિમે શાંગરી લા હોટલમાં આત્મઘાતી હુમલો કર્યો અને પોતાને સ્યુસાઈડ બોમ્બથી ઉડાવી દીધો. ચરમપંથી મોલવી  જેહરાન હાશિમ એક લેક્ચરર અને સ્પીકર હતો. જાણકારી મળી છે કે, હાશિમ ડો. ઝાકિર નાઈકથી પ્રેરિત હતો, જે હાલ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે.

યેરુશલમ પોસ્ટ અનુસાર ચરમપંથી મોલવી જહરાન હાશિમ એક ઈમામ તરીકે NTJ સાથે કામ કરતો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર હાશિમ આ મહિનાની શરુઆતમાં કોલંબો સ્થિત ભારતીય હાઈકમિશન પર હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો.

ઈમામ મોલવી જહરાન હાશિમ નસ્લવાદ અને ઈસ્લામી વર્ચસ્વની વિચારધારામાં માનનારો હતો. તેમણે યૂટ્યૂબ પર ઘણા વીડિયો પણ પોસ્ટ કર્યાં હતાં. આ વીડિયોમાં ઉશ્કેરણીજનક વાતોનું પ્રચાર પ્રસાર કરતો જોવા મળે છે. તેમના એક વીડિયોમાં હાશિમ એવું કહેતો જોવા મળી રહ્યો છે કે, ઝાકિર નાઈક માટે શ્રીલંકાના મુસલમાનો શું કરી શકે છે?

મહત્વનું છે કે, ભારતમાં ઝાકિર નાઈકનું નામ મોસ્ટ વોન્ટેડની યાદીમાં છે. આ સ્થિતિમાં સવાર એ છે કે, શું શ્રીલંકના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ ઝાકિર નાઈકથી પ્રેરિત હતો?

ભારતમાં મોસ્ટ વોન્ટેડ ઝાકિર નાઈકની નાગરિકતા પણ રદ્દ કરી દેવામાં આવી છે. તેમણે મલેશિયાની પૂર્વ નજીબ સરકારે ત્યાં સ્થાયી નિવાસીની મંજૂરી આપી હતી. ત્યાર બાદ જ્યારે વડાપ્રધાન મહાતિર મોહમ્મદની નવી સરકારે સત્તા સંભાળી હતી, અને વડાપ્રધાને કહ્યું કે, મલેશિયા ઝાકિરને ત્યાં સુધી રહેવાની મંજૂરી આપશે જ્યાં સુધી તે દેશમાં કોઈ સમસ્યા પેદા નહી કરે.

તમને જણાવી દઈએ કે, ઝાકિર નાઈક પર કેનેડા અને બ્રિટનમાં પહેલાથી જ પ્રતિબંધ છે. તેમને 1 જૂલાઈ 2016ના રોજ ઢાકાની એક રેસ્ટોરન્ટમાં 22 લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને પ્રેરિત કરનાર મુસ્લિમ ઉપદેશક પણ માનવામાં આવતો હતો.

દિલચસ્પ વાત એ છે કે, ઝાકિર નાઈકે શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે, જેથી એને NTJ સાથે ન જોડવામાં આવે.