શ્રીલંકાઃ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશનમાં વિસ્ફોટ, 4 સંદિગ્ધો સહિત 15ના મોત

કોલંબોઃ શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટથી તબાહી મચાવનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સંદિગ્ધોને પકડવા માટે મેરાથોન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યારસુધીમાં 75થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ કડીમાં સુરક્ષા દળોએ શુક્રવારે સાંજે પૂર્વી પ્રાંતમાં એક જગ્યાએ રેડ કરવામાં આવી. આ દરમિયાન જ્યારે બંધૂકધારીઓ અને સુરક્ષાદળો વચ્ચે મુઠભેડ સર્જાઈ તો આત્મઘાતી હુમલાખોરો પોતાની જાતને ઉડાવી દીધી. આ બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા છે.

પોલીસે જાણકારી આપી છે કે આમાં 6 બાળકો, ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે કુલ 15 ડેડબોડી પ્રાપ્ત થઈ છે, જેમાં 6 પુરુષ, ત્રણ મહિલાઓ અને છ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ અનુસાર ઓછામાં ઓછા ચાર સંદિગ્ધ આત્મઘાતી હુમલાખોર માર્યા ગયા અને ત્રણ અન્ય ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

21 એપ્રિલના રોજ ઈસ્ટર પર ચર્ચોમાં થયેલા આતંકવાદી વિસ્ફોટ માટે જવાબદાર માનવામાં આવી રહેલા સ્થાનીય આતંકી સમૂહ નેશનલ તૌહીદ જમાતના સદસ્યોની તલાશી લેવામાં આવી રહી છે. આ વિસ્ફોટમાં 253 લોકો માર્યા ગયા અને 500 થી વધારે લોકો ઘાયલ થઈ ગયા છે. આ એટેકે શ્રીલંકાની રાજનૈતિક સ્થિતી પણ બદલી દીધી છે. સુરક્ષા પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આતંકવાદીઓ પર કાર્યવાહી માટે સર્ચ ઓપરેશન ત્યાં સુધી ચાલું રહેવું જોઈએ, જ્યાં સુધી તેનો પૂર્ણતઃ ખાત્મો ન થઈ જાય.

આ ક્રમમાં શુક્રવારના રોજ સાંજે પૂર્વી પ્રાંતમાં સંદિગ્ધોના એક ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યું. પરંતુ જેવા જ સુરક્ષાદળો ત્યાં પહોંચ્યા તો બંદૂકધારી હુમલાખોરોથી તેમનો સામનો થઈ ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન આત્મઘાતી હુમલાખોરોએ પોતાને બોમ્બથી ઉડાવી દીધા. જેમાં કુલ 15 લોકોના મોત થયા. આમાં ચાર સંદિગ્ધ આત્મઘાતી હુમલાખોરો જણાવવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન આત્મઘાતી હુમલાખોરોએ પોતાને બોંબથી ઉડાવી દીધા હતા. જેમાં કુલ 15 લોકોના મોત થયા. આમાં ચાર સંદિગ્ઘ આત્મઘાતી હુમલાખોર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના કોલંબોથી 325 કિલોમીટર દૂર તટીય શહેર સમ્મનતુરઈમાં થઈ. પોલીસે જણાવ્યું કે તેમણે વિસ્ફોટકોનો મોટો જથ્થો, એક ડ્રોન અને ઈસ્લામિક સ્ટેટના લોકો વાળુ બેનર જપ્ત કર્યું. શ્રીલંકામાં આઈએસના સદસ્યોને દર્શાવનારા વીડિયોમાં જે પ્રકારનો પહેરવેશ પહેરવામાં આવ્યો, તે રેડ દરમિયાન મળેલા વીડિયોમાં દેખાયેલી આઈએસની પૃષ્ઠભૂમિ સાથે મળતો આવતો હતો.

253 લોકોના મૃત્યુવાળી આ દર્દનાક ઘટના પર શુક્રવારના રોજ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે કહ્યું કે આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનોના ખતરાને પહોંચી વળવા માટે દેશને એક નવા કાનૂનની જરુરિયાત છે. વિક્રમ સિંઘે કહ્યું કે આતંકવાદને મદદ કરવા માટે પરિભાષા અત્યંત સંકીર્ણ છે. એટલા માટે આ પ્રકારની સ્થિતીને પહોંચી વળવા માટે કાયદો મજબૂત નથી.