પેસેન્જર વિમાન મોસ્કો નજીક દુર્ઘટનાગ્રસ્ત, તમામ 71 પ્રવાસીનાં મરણ

0
1047

મોસ્કો – અહીંના ડોમોડીડોવો એરપોર્ટ પરથી ઉપડ્યા બાદ તરત જ સારાતોવ એરલાઈન્સનું એક જેટ પેસેન્જર વિમાન શહેરની હદની બહાર તૂટી પડતાં એમાંના તમામ 65 પ્રવાસીઓ તથા 6 ક્રૂ-સભ્યોનાં મરણ નિપજ્યા છે.

વિમાન મોસ્કોની હદમાં આવેલા અર્ગુનોવો ગામની બહાર તૂટી પડ્યું હતું.

નજરે જોનાર એક ગામવાસીએ કહ્યું કે વિમાન આકાશમાંથી સળગતી હાલતમાં નીચે પડ્યું હતું.

વિમાનનો કાટમાળ દુર્ઘટના સ્થળે ચારેબાજુએ વેરાયો હતો.

ડોમોડીડોવો મોસ્કોનું બીજા નંબરનું મોટું એરપોર્ટ છે. વિમાને ટેક ઓફ્ફ કર્યું એની અમુક જ મિનિટોમાં એ રડાર પરથી અદ્રશ્ય થઈ ગયું હતું.

વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવા પાછળ હવામાન તથા માનવભૂલ સહિત અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે.