રશિયાએ પોતાના પૂર્વ જાસૂસ અને તેની દીકરી સુધી પહોંચવા કર્યું આમ…

મોસ્કોઃ રશિયાએ પોતાના પૂર્વ જાસૂસ સર્ગેઈ સ્ક્રીપલ અને તેમની દીકરી સુધી પહોંચ પ્રાપ્ત ન કરાવવાને લઈને બ્રિટનની ટીકા કરી છે. આને આંતરરાષ્ટ્રીય સંધિનું ઉલ્લંઘન પણ ગણાવવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના ઉપરાજદૂત દામિત્રી પોલિંસ્ક્રીએ કહ્યું કે વિયેના સંધિ અંતર્ગત બ્રિટનનું એ દાયિત્વ છે કે તે સર્ગેઈ અને તેમની દીકરી સુધી પહોંચવામાં મદદ કરવાની અનુમતિ આપે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે પહોંચ પ્રાપ્ત કરાવવામાં આવે જેથી એ ખ્યાલ આવી શકે કે તે જીવિત છે કે નથી અને તેમને મોસ્કોની મદદની આવશ્યકતા છે કે નથી. તેમણે કહ્યું કે જો આવું ન કરવામાં આવે તો બ્રિટનને બે રશિયન નાગરિકોને જબરદસ્તી પકડીને રાખવા માટે અથવા તો તેમના અપહરણ માટે જવાબદાર ઠેરવવામાં આવી શકે છે.સેલિસ્બેરીમાં માર્ચ 2018માં નર્વ એજન્ટના કારણે સ્ક્રીપલ અને તેમની દીકરીની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

બ્રિટને આના માટે રશિયાને જવાબદાર ગણાવ્યું હતું. પોલિંસ્કીએ સ્ક્રીપલ અને તેમની દીકરીને ઝેર આપવા પાછળ મોસ્કોનો હાથ હોવા સંબંધિત આરોપોને યોગ્ય સાબિત કરવા માટે સબૂત પ્રાપ્ત નહી કરાવવાને લઈને પણ બ્રિટનની નિંદા કરી. તેમણે સેલિસ્બરીમાં નર્વ એજન્ટથી કરવામાં આવેલા હુમલાને એક વર્ષ પૂર્ણ થવા પર આ વાત કહી છે.