ટ્રમ્પ-કિમ જોંગની નવી દોસ્તીઃ અમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો, ત્રીજી વાર્તા…

વોશિંગ્ટન- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, તેમને ઉત્તર કોરિયાના નેતા કિમ જોગ ઉન તરફથી એક ખૂબસૂરત પત્ર મળ્યો છે. કિમ પર વિશ્વાસ કાયમ રાખવાના સંકેતો આપતા ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું કે, ઉત્તર કોરિયાના નેતા તેમની વાત પર અડગ છે. એ મારા માટે મહત્વનું છે. જો કે, ટ્રમ્પે પત્રમાં શું લખ્યું છે એ અંગે કોઈ જાણકારી નથી આપી.

ટ્રમ્પે પહેલાં તો કિમના પત્રને ખૂબસૂરત ગણાવ્યો અને કહ્યું કે, મને અને ઉત્તર કોરિયાના નેતાને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો છે. હનોઈમાં ફેબ્રુઆરીમાં થયેલી શિખર વાર્તા અસફળ રહી હોવાની તમામ અટકળો વચ્ચે ટ્રમ્પે કહ્યું કે, તે ત્રીજી વાર્તા બેઠક માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં એવું થઈ શકે છે. વાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને પણ નવી શિખર વાર્તાનું સમર્થન કર્યું.

ટ્રમ્પે ઉત્તર કોરિયા સાથે કુટનીતિક સંબંધોમાં સફળતાનો દાવો કરતા કહ્યું કે, તમામ વસ્તુઓ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. કોઈ મહત્વપૂર્ણ મિસાઈલ ટેસ્ટ નથી થયો, જ્યારે હું અહીં આવ્યો હતો ત્યાર જેવી પરિસ્થિતિ હવે બિલકુલ નથી. જ્યારે મેં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું ત્યારે અંહી સ્થિતિ સમગ્ર રીતે ખરાબ હતી હવે અમારી આંતરિક સંબંધો ઘણાં મજબૂત થયાં છે.