ઓપેકથી અલગ થઈ રહ્યું છે કતર, ભારતમાં ઇંધણ બજારમાં પડશે અસર

નવી દિલ્હીઃ કતરે જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2019ના રોજ પેટ્રોલિયમ નિર્યાતક દેશોના સંગઠન ઓપેકથી અલગ થઈ જશે. કતર 1961માં ઓપેકમાં જોડાયું હતું અને હવે 60 વર્ષ બાદ તેમાંથી બહાર નીકળશે.આ નિર્ણયની ભારતના ઇંધણ બજારમાં પણ દૂરોગામી અસર પડી શકશે. ઓપેક દુનિયામાં 44 ટકા કાચા તેલની આપૂર્તિ કરે છે. આ સંગઠનની સ્થાપના ઓઈલ માર્કેટની મોનિટરિંગ અને કાચા તેલના ભાવ અને તેની આપૂર્તિમાં સ્થિરતા કાયમ રાખવા માટે ઉત્પાદન વધારવા અથવા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

જૂન 2017થી ઓપેક કિંગપિન સઉદી અરબે ત્રણ અન્ય અરબ દેશો યૂએઈ, બહરીન અને મિસ્રના સાથે મળીને કતર સાથે પોતાના વ્યાપારિક સંબંધો અને પરિવહન સંપર્ક ખતમ કરી દીધા. આ દેશોએ કતર પર આતંકવાદ અને વિસ્તારના પ્રતિસ્પર્ધી દેશ ઈરાનનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે કતરે આ આરોપને ફગાવી દીધો છે પરંતુ એ પણ કહેવાઈ રહ્યું છે કે તેને ઓપેકમાંથી નીકળવાનું કારણ તેના પડોશી દેશો સાથે ચાલી રહેલો તણાવ નથી. કતરના એનર્જી મિનિસ્ટર સાદ અલ-કાબીએ કહ્યું કે અમે આ સંગઠનના એક નાના પ્લેયર છીએ અને અમારે અમારા વિકાસ પર ધ્યાન આપવાનું છે. અને એટલા માટે જ અમે સંગઠનથી અલગ થઈ રહ્યા છીએ. કાબીએ જણાવ્યું કાચા તેલમાં અમારા માટે વધારે સંભાવનાઓ નથી. અમે લોકો વાસ્તવિકતા પર વિશ્વાસ કરીએ છીએ. અમારી સંભાવનાઓ ગેસમાં છે.

આ પહેલા વર્ષ 2016માં ઈન્ડોનેશિયાએ પોતાનું સભ્યપદ પાછું લીધું હતું કારણ કે થોડા વર્ષો પહેલા તેને ખુદ જ તેલ આયાત કરવાની સ્થિતિ આવી ગઈ હતી. તે પહેલા ઈક્વાડોર 1992માં ઓપેક દેશોથી અલગ થયું હતું. આર્થિક અને રાજનૈતિક સંકટના કારણે તેની સદસ્યતા 2007 સુધી સસ્પેન્ડ રહી હતી. આ જ પ્રકારે ગબોન પણ ઓપેકથી અલગ થયું હતું પરંતુ 2016માં તેણે સંગઠનમાં પાછું જોડાયું હતું.

જો કે અહીંયા મહત્વની વાત એ છે કે કતર ઓપેક માટે મોટુ ભાગીદાર ન હોવા છતા પણ મહત્વપૂર્ણ છે. કતર 6 લાખ બેરલ પ્રતિ દિવસનું ઉત્પાદન કરે છે. તો સાઉદી અરબ 1 કરોડ 10 લાખ bpd નું ઉત્પાદન કરે છે અને દુનિયાનું સૌથી મોટું તેલ ઉત્પાદક અને નિર્યાતક છે. દોહા LNG મામલે પોતાનું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કતર તેલ ઉત્પાદનની દ્રષ્ટીથી ઓપેકના 15 દેશોની યાદીમાં 11મા નંબર પર આવે છે. ઓપેક દેશોએ ઓક્ટોબર 2018માં પ્રતિ દિન 3 કરોડ 33 લાખ 30 હજાર બેરલ તેલનું ઉત્પાદન કર્યું હતું જેમાં કતરનું યોગદાન પ્રતિ દિવસ 6 લાખ 10 હજાર બેરલ એટલે કે કુલ ઉત્પાદનના માત્ર 1.83 ટકા રહ્યું છે.

કતરનો આ નિર્ણય એવા ટાણે સામે આવ્યો છે કે જ્યારે ઓપેકના સદસ્ય દેશ આ સપ્તાહે 6 ડિસેમ્બરના રોજ ઓસ્ટ્રિયાની રાજધાની વિયનામાં મળવાના છે. આ મીટિંગમાં ઓપેકના તેલ ઉત્પાદનની માત્રા પર વિચાર કરવામાં આવશે કારણ કે 5 નવેમ્બરના રોજ ઈરાન પર લાગેલી અમેરિકી અંકુશો બાદ સાઉદી અરબ અને રશિયાએ તેલ માર્કેટમાં સંતુલન જાળવી રાખવા માટે ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે. તો આ તરફ કતાર પણ ઓરપેક દેશથી નિકળ્યા બાદ કાચા તેલનું ઉત્પાદન વધારી શકે છે.

કતર પોતાના કુલ એલએનજી ઉત્પાદનના 15 ટકા ભારતને નિર્યાત કરે છે. બીજા અન્ય દ્રષ્ટીકોણથી જોવા જઈએ તો ભારત કુલ 65 ટકા એલએનજીની આયાત કતરથી કરે છે. પરંતુ ભારતના સાઉદી અરબ સાથે પણ સારા સંબંધો છે અને સાઉદી દુનિયાનો સૌથી મોટો તેલ નિર્યાતક દેશ છે. ત્યારે આવામાં ભારતને સંતુલિત પગલા ભરવાની જરુર છે.