ટ્રમ્પનો સંદેશ: દેશ-વિદેશમાં ધાર્મિક સ્વતંત્રતાની રક્ષા કરશે અમેરિકા

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વહીવટી તંત્રને દેશ-વિદેશમાં ધાર્મિક સ્વતંત્રતાની સુરક્ષા માટે સૂચના આપી છે. આ માહિતી અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પેયોએ આપી હતી. સાથે જ માાઈક પોમ્પીયોએ વાત પર અફસોસ વ્યક્ત કર્યો કે, વિશ્વના મોટા ભાગના દેશો ધાર્મિક સ્વતંત્રતા પર પ્રતિબંધ લગાવે છે.પોમ્પિયોએ 13મા વાર્ષિક ‘વેલ્યૂઝ વોટર’ સમ્મેલનને સંબોધન કરતા જણાવ્યું કે, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વહીવટમાં અમને સૂચના આપી છે કે, દેશ અને વિદેશમાં ધાર્મિક સ્વતંત્રતાને સુરક્ષિત રાખવી જોઈએ. કારણ કે ધાર્મિક સ્વતંત્રતા એ સર્વવ્યાપી ઈશ્વર દ્વારા આપવામાં આવેલી સત્તા છે. જે દરેક વ્યક્તિને પ્રાપ્ત છે.

પોમ્પિયોએ કહ્યું કે, દરેક સ્વતંત્ર સમાજ માટે ધાર્મિક આઝદી એક મહત્વપૂર્ણ પાસું છે. વધુમાં તેમણે કહ્યું કે, આ એક એવા પ્રકારની આઝાદી છે જેની હું વ્યક્તિગત રીતે સંભાળ રાખું છું. અને માનું છું કે, તમે પણ એવું જ કરો છો. આ એજ પ્રેરણા છે જેના લીધે મને અમેરિકાના સશસ્ત્ર દળોમાં જોડાઈને દેશની સેવા કરવાની પ્રેરણા મળી છે.

પોમ્પિયોએ કહ્યું કે, દુર્ભાગ્યની વાત એ છે કે, આજની વૈશ્વિક વસ્તીમાં 80 ટકાથી વધુ લોકો એવા દેશોમાં રહે છે જ્યાં ધાર્મિક સ્વતંત્રતા પર ઘણા પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘હું જાણું છું કે, ઈરાન જેવા દેશોમાં ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓના દમનને જોતાં આપણામાંથી અનેકની લાગણી દુભાઈ હશે. અમે એવા લોકો પર નિયંત્રણ રાખનારા દમનકારી અને ભ્રષ્ટ શાસન વિશે સાચું જણાવીને ઈરાનના લોકોની માનવીય ગરિમા માટે લડી રહ્યાં છીએ.