જાકાર્તામાં પીએમ મોદીએ ઈન્ડોનેશિયાના પ્રમુખ સાથે પતંગ ચગાવી

0
575

જાકાર્તા – હાલ ઈન્ડોનેશિયાના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટનગર જાકાર્તામાં આજે એક પતંગોત્સવનું ઉદઘાટન કર્યું હતું અને ત્યાં ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડો સાથે પતંગ ચગાવવાનો આનંદ પણ માણ્યો હતો.

વડા પ્રધાન મોદી આ પહેલી જ વાર ઈન્ડોનેશિયાની મુલાકાતે આવ્યા છે. આ દેશમાં એમના પ્રવાસનો આજે બીજો દિવસ છે.

મોદીએ પ્રમુખ વિડોડો સાથે વ્યક્તિગત રીતે તેમજ પ્રતિનિધિમંડળ સ્તરે પણ ચર્ચા કરી હતી.

એ બેઠક બાદ બંને નેતા પતંગોત્સવના સ્થળે પહોંચ્યા હતા અને ઉત્સવનું ઉદઘાટન કર્યું હતું.

આ પતંગોત્સવ એટલા માટે ખાસ છે કે એનું આયોજન રામાયણ અને મહાભારતના થીમ પર કરવામાં આવ્યું છે. પતંગોને પણ એ જ થીમ ઉપર ડિઝાઈન કરવામાં આવી છે.