અમેરિકામાં મોલની બહાર નાનું વિમાન તૂટી પડ્યું; પાંચનાં મરણ

0
433

ઓરેન્જ કાઉન્ટી (કેલિફોર્નિયા) – અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ઓરેન્જ કાઉન્ટીમાં રવિવારે બપોરે કેલિફોર્નિયા મોલની બહારના પાર્કિંગ લોટમાં એક નાનકડું વિમાન તૂટી પડતાં પાંચ જણનાં કરૂણ મરણ નિપજ્યાં છે.

ઓરેન્જ કાઉન્ટીના અગ્નિશામક દળના જણાવ્યા મુજબ, ટ્વિન-એન્જિન વિમાન સેન્ટા એનામાં જોન વેઈન એરપોર્ટ નજીકના મોલના પાર્કિંગ લોટમાં તૂટી પડ્યું હતું.

પાંચ જણ માર્યા ગયા છે અને જમીન પર કોઈને ઈજા થઈ નથી.

વિમાન તૂટી પડ્યા બાદ તરત જ સેસ્ના-414માંથી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનને ઈમરજન્સી કોલ કરવામાં આવ્યો હતો.