પાકિસ્તાનમાં 25 જુલાઈએ યોજાશે સંસદીય ચૂંટણી

0
550

ઈસ્લામાબાદ – પાકિસ્તાનના પ્રમુખ મમ્નૂન હુસૈને દેશમાં હવે પછીની સંસદીય ચૂંટણી માટે 25 જુલાઈની તારીખ મંજૂર રાખી છે.

પાકિસ્તાનના ચૂંટણી પંચે ગઈ 21 મેએ પ્રમુખને ભલામણ કરી હતી કે દેશમાં સંસદીય ચૂંટણી 25 જુલાઈ અને 27 જુલાઈ વચ્ચે કોઈ પણ તારીખે યોજી શકાય.

પ્રમુખ હુસૈને મતદાન માટે 25 જુલાઈની તારીખને મંજૂરી આપી દીધી છે. એમણે એ માટેના નોટિફિકેશન પર સહી કરી દીધી છે.

હવે સાત દિવસની અંદર ચૂંટણી પંચ ચૂંટણી માટેનું સમયપત્રક ઘોષિત કરશે.

ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષોને 28 દિવસ મળશે.

દેશભરમાં 85 હજાર મતદાન મથકો અને 2,85,000 પોલિંગ બૂથ ઊભાં કરવામાં આવશે. સંવેદનશીલ મતદાન મથકો ખાતે સિક્યૂરિટી કેમેરા પણ મૂકવામાં આવશે.

રાષ્ટ્રીય ધારાસભાની તથા પંજાબ પ્રાંતની ધારાસભાની મુદત 31મેએ પૂરી થાય છે. જ્યારે સિંધ, ખૈબર પખ્તુન્વા અને બલુચિસ્તાન ધારાસભાઓની મુદત 28 મેએ પૂરી થાય છે.

દેશના બંધારણની કલમ અનુસાર, રાષ્ટ્રીય તેમજ પ્રાંતિય ધારાસભાઓની ચૂંટણી એમની મુદત પૂરી થવાના 60 દિવસની અંદર યોજાવી જોઈએ.