દાવોસમાં પીએમ મોદી અને પાક. પીએમની મુલાકાતની કોઈ યોજના નથી: MEA

દાવોસ- આગામી 23થી 26 જાન્યુઆરી દરમિયાન સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં યોજાનારી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની (WEF) વાર્ષિક બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. આજ બેઠકમાં પાકિસ્તાનના પીએમ શાહિદ અબ્બાસી પણ ઉપસ્થિત રહેશે. જોકે બન્ને પીએમ વચ્ચે કોઈ જ પ્રકારની મંત્રણા યોજાવા અંગે ભારતના વિદેશ વિભાગે ઈન્કાર કર્યો છે.MODI ABBASI STORYઆપને જણાવી દઈએ કે, ગત ત્રણ વર્ષોથી નાણાપ્રધાન અરુણ જેટલી આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતાં. જેમાં આ વર્ષે પીએમ મોદી બેઠકમાં ઉપસ્થિત રહેશે. જેથી આ બેઠક બાદ પાકિસ્તાનના પીએમ સાથે મુલાકાતની અટકળો પર પૂર્ણવિરામ લગાવતાં ભારતીય વિદેશ મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ વિજય ગોયલે જણાવ્યું કે, શાહિદ અબ્બાસી સાથે મુલાકાતની પીએમ મોદીની કોઈ જ યોજના નથી.

મહત્વનું છે કે, પાકિસ્તાનના પીએમ અબ્બાસી પણ એજ દિવસે દાવોસ પહોંચી રહ્યાં છે જ્યારે પીએમ મોદી દાવોસ પહોંચશે. તેમ છતાં પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ આતંકવાદને સતત પ્રોત્સાહન અને પાકિસ્તાની સેના દ્વારા વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાને કારણે બન્ને દેશોના સંબંધમાં તણાવ વધી રહ્યો છે. અને ભારત એ વાત પહેલા જ જણાવી ચુક્યું છે કે, પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદ બંધ નહીં કરે ત્યીં સુધી ચર્ચા શક્ય નથી.