ન્યૂઝીલેન્ડ PM જેસિન્ડા હવે પ્રેમી સાથે લગ્ન કરશે, બંનેની એક બાળકી પણ છે

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ન (Jacinda Ardern) અને લાંબા સમયથી તેમના પ્રેમી રહેલા ક્લાર્ક ગેફોર્ડ લગ્ન કરવા જઈ રહ્યાં છે. અર્ડર્ન અને ગેફોર્ડના એક પ્રવક્તાએ જણાવ્યું કે, આ બંન્ને પ્રેમીપંખીડા ઈસ્ટરની રજાઓ દરમિયાન લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયાં છે. જેસિન્ડાને એક નાની બાળકી નીવ પણ છે. તેમણે એ નથી જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનની લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે કે, પછી કોઈએ લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો છે.

પ્રવક્તાએ કહ્યું કે, આ બંન્નેએ ઈસ્ટર દરમિયાન સગાઈ કરી લીધી છે. અર્ડર્ન (38)એ ગત વર્ષે જૂનમાં ‘નીવ’ નામાની પુત્રીને જન્મ આપ્યો હતો. આ સાથે જ અર્ડર્ન પદ પર રહીને બાળકને જન્મ આપનાર વિશ્વના ત્રીજા નંબરના વડાપ્રધાન બન્યાં છે. બાળકીને જન્મ આપ્યા બાદ ટેલિવિઝન ફિશિંગ શોના હોસ્ટ ગેફોર્ડે ઘર પર જ રહીને બાળકીની દેખભાળ કરવાનું પસંદ કર્યું હતું.

જેસિન્ડા અર્ડર્ન જુલાઈ 2018માં તેમની બાળકી Neve Te Aroha ને જન્મ આપ્યો હતો. મળતી માહિતી મુજબ અર્ડર્ન ઈતિહાસની બીજી એવી મહિલા છે જેમણે રાષ્ટ્ર પ્રમુખના પદ પર રહેતા બાળકને જન્મ આપ્યો હોય. એટલું જ નહીં રાષ્ટ્રપ્રમુખના હોદા સાથે મેટરનિટી લીવ પર જનારી આ પ્રથમ મહિલા છે. તેમણે 6 સપ્તાહની મેટરનિટી લીવ લીધી હતી. રજાઓ પૂર્ણ થયા બાદ તેમણે પરત પીએમ પદની જવાબદારીઓ સંભાળી.

તમને જણાવી દઈએ કે, જેસિન્ડા અર્ડર્ન ને નિયમ બનાવ્યો છે કે, નવા નવા માતા પિતા બનેલા લોકોને 22 સપ્તાહની પેઈડ લીવ આપવામાં આવે. આ પહેલા 18 સપ્તાહની પેઈડ લીવ મળતી હતી. મહત્નું છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનજીર ભુટ્ટો પ્રથમ એવી મહિલા હતાં જેમણે વડાપ્રધાન પદ પર રહેતા તેમના બીજા બાળકને જન્મ આપ્યો હતો.