ચંદ્રના ઉલ્કાપિંડોમાંથી પાણી મળે છે? NASAની ઐતિહાસિક શોધ

મેરિલેન્ડ- અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના એક અભ્યાસમાં એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે. આ અભ્યાસને આધારે આવનારા દિવસોમાં ચંદ્ર પર જીવનની શોધમાં ઘણી મદદ મળશે. નાસાએ સોમવારે તેમના અભ્યાસમાં શોધ્યું કે, ઉલ્કા પિંડો (meteor) વર્ષા દરમિયાન ચંદ્રની સપાટી પર પાણી નીકળે છે. ભવિષ્યમાં ચંદ્ર પર જીવનની સંભાવનાઓ માટે નાસાનો આ અભ્યાસ ઘણો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ શોધ ‘લુનાર એટમોસફિયર એન્ડ ડસ્ટ એન્વાયરમેન્ટ એક્સપ્લોરર’ (એલએડીઈઈ)એ કરી છે. જણાવી દઈએ કે, એલએડીઈઈ નાસાનું એક રોબોટિક મિશન છે. વર્ષ 2013થી એપ્રિલ 2014 દરમિયાન ચંદ્રના ઓરબિટને ફરતે ચક્કર લગાવ્યું. આ મિશનને ચંદ્રમાં પર જીવનની સંભાવનાઓ શોધવા માટે અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું. એના દ્વારા જાણી શકાયું છે કે, ચંદ્ર પર ઉલ્કા પિંડોની વર્ષા દરમિયાન પાણી નીકળે છે.

નાસા તરફથી જાહેર કરાયેલી એક પ્રેસ રિલિઝમાં કહેવામાં આવ્યું છે કે, ચંદ્ર પર મોટાભાગના સમયે H2O (પાણી) અને OHની માત્રા નથી જોવા મળતી પરંતુ ચંદ્રપરથી ઉલ્કા પિંડ પસાર થવા પર વરાળ હોવાની માહિતી મળે છે. જ્યારે ઉલ્કા પિંડો ચંદ્ર પરથી પસાર થઈ જાય છે ત્યારે H2O અને OH પોતાની જાતે સમાપ્ત થઈ જાય છે. ચંદ્ર પર પાણી અને વરાળ સંબંધિત આ રિસર્ચ ‘નેચર જિયોસાયન્સમાં છપાયેલી છે, જેથી નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરના મેહદી બેનાએ તૈયાર કર્યો છે.

નાસાના જણાવ્યા અનુસાર વૈજ્ઞાનિકોની આ શોધથી ચંદ્રની સપાટી પર પાણીની સ્થિતિની ચકાસવામાં મદદ મળશે. એટલું જ નહીં આ અભ્યાસની મદદથી ચંદ્રના ઈતિહાસ, રોજબરોજ થતી ગતિવિધિઓ અને વિકાસ અંગે જાણકારી મેળવી શકાશે. પાણીની જાણકારી મળવાથી ચંદ્ર પર સ્થિત ખાડાઓ (craters) માં બરફ છે કે નહીં તેની પણ જાણકારી મેળવી શકાશે. આ શોધમાં જેટલા પણ વૈજ્ઞાનિકો સામેલ છે, તેમણે એ વાતને નકારી કાઢી છે કે , ઘરતીની સપાટી પર અને તેની આસપાસ રહેલુ પાણી ઉલ્કા પિંડોની કારણે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અમુક ટકા પાણી ચંદ્ર પર થયેલા ઉલ્કા પિંડોથી પણ આવ્યું હોય તેવી શક્યતા છે.