કુખ્યાત ડ્રગમાફિયા ચાપો દોષિત ઠર્યો, કાળાં કામા કરનારો આજીવન કેદ ભોગવશે

વોશિંગ્ટનઃ અમેરિકાની જેલમાં બંધ મેક્સિકોના માદક પદાર્થોના આંતરરાષ્ટ્રીય સંગઠન માફીયા જોઆક્વિન અલ ચાપો અલચાપો-ગુઝમેનને કોર્ટે દોષિત ઠેરવ્યો છે અને હાઈ સીક્યૂરિટી જેલમાં આજીવન કેદ રાખવાની સજા ફટકારાઈ છે. આ કોર્ટ ટ્રાયલ દરમિયાન ગુજમેનના અનેક કાળાં કામોના મામલાઓના ચોંકાવનારા ઘટસ્ફોટ થયાં છે. ગુજમેન સાથે લાંબા સમયથી જોડાયેલા એક વ્યક્તિ અનુસાર ગુઝમેન બાળકીનો રેપ કરતો હતો અને તેમને જીવન જીવવાનું વિટામીન ગણાવતો હતો.

2017માં કોકેન, હેરોઈન અને અન્ય ડ્રગ્સની તસ્કરીના આરોપમાં મેક્સિકોથી અમેરિકા પ્રત્યર્પિત કરવામાં આવેલા ગુઝમેનને લઈને તેના સાથે એલેક્સ સિફ્યુએંટિસે ઘણા ખુલાસા કર્યા છે. કોર્ટ ટ્રાયલ દરમિયાન સિફ્યુએંટિસે જણાવ્યું કે લાંબા સમયથી અલ ચાપો સાથે તે જોડાયેલો રહ્યો છે અને તેનો સાથી છે. સિફ્યુએંટિસે ખુલાસો કર્યો કે ગુઝમેને ઘણી બાળકીઓનો રેપ કર્યો છે અને તે બાળકીઓને પોતાનું વિટામિન ગણાવે છે જે તેને જીંદગી આપે છે. સિફ્યુએંટિસે જણાવ્યું કે કોમરેડ મારિયા નામની એક મહિલા હંમેશા ગુઝમેનના સંપર્કમાં રહેતી હતી. તે ગુઝમેનને  બાળકીઓના ફોટા મોકલતી હતી અને તેમાંથી કોઈપણને પસંદ કરવા કહેતી હતી. આ બાળકીઓમાં કેટલીક બાળકીઓ 13 વર્ષની પણ હતી. તે બાળકીઓને પહાડો પર સ્થિત પોતાના સિક્રેટ લોકેશન પર પહોંચવા માટે લાખો રુપિયા આપતો હતો.

સિફ્યુએંટિસે કબૂલ્યું કે ગુઝમેન લાંબા સમય સુધી મેક્સિકો પોલિસથી છુપાયેલા રહેવા માટે કેલિફોર્નિયાના પહાડોમાં કેમ્પ લગાવીને રહેતો હતો અને ત્યારે હું પણ તેની સાથે હતો. આ દરમિયાન તેણે પણ કેટલીક બાળકીઓ સાથે શારીરિક સંબંધો બનાવ્યાં છે. નાર્કો આતંકવાદ અને અમેરિકામાં ડ્રગ્સ અંડરવર્લ્ડ દ્વારા બીજું નામ બની ચુકેલા અલ ચાપોના સીનાલોઆ કાર્ટેલે ગત બે થી અઢી દશકમાં સેંકડો લોકોને માર્યા છે.